- ચમોલી દુર્ઘટનાનો આજે 16મો દિવસ
- અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળ્યા
- સૈન્ય સહિત વિવિધ એજન્સીઓનું સંયુક્ત બચાવ અને સર્ચ ઓપરેશન ચાલુ
ચમોલી: ઉત્તરાખંડના ચમોલીમાં ઋષિ ગંગાની દુર્ઘટના બાદથી તપોવન ટનલમાંથી કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. અહીં ગુમ થયેલા લોકોને શોધવા માટે NDRF જવાન વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. રૈણીમાં પણ ઋષિ ગંગામાં ગુમ થયેલા લોકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.