મધ્યપ્રદેશ: નિવાડી જિલ્લાના મુખ્યાલય પાસે લગભગ 36 કિલોમીટર દૂર બારબુઝુર્ગ ગામમાં બુધવારે સવારે 3 વર્ષનો બાળક 200 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો. પ્રશાસન દ્વારા આ બાળકને બોરવેલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બચાવદળે દાવો કર્યો હતો કે, 2 થી 3 કલાકમાં બાળકને બહાર કાઢવામાં આવશે. પરંતુ હાલ ગુરૂવારે પણ બચાવકાર્ય શરૂ છે.
બોરવેલમાં 100 ફૂટની ઉંડાઇ સુધી પાણી
પૃથ્વીપુર પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક નરેન્દ્ર ત્રિપાઠીએ જણાવ્યું કે, બોરવેલમાં મજૂરો પાઇપ લગાવી રહ્યા હતા ત્યારે હરિકિશન કુશવાહાનો પાંચ વર્ષનો પુત્ર પ્રહલાદ બોરવેલમાં પડી ગયો હતો. તેમણે જણાવ્યું કે, બોરવેલમાં 100 ફૂટની ઉંડાઇ સુધી પાણી છે.
વિશેષજ્ઞોની મદદથી બાળકને બહાર કાઢવાનો પ્રયાસ
ત્રિપાઠીએ જણાવ્યું કે, વિશેષજ્ઞોની મદદથી બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ બોરવેલમાં પાણી હોવાને કાણે તે સ્પષ્ટ નથી થતું કે, બાળક કેટલો ઉંડો ફસાયો છે. આશા છે કે, બાળકને ઝડપથી બહાર કાઢવામાં આવશે.