વોશિંગ્ટનઃ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના દાવેદાર વિવેક રામાસ્વામીએ કહ્યું કે, ત્રણ ધર્મનિરપેક્ષ મુદ્દાઓ- જાતિ, લિંગ અને આબોહવા-એ આજે અમેરિકાને મુશ્કેલીમાં મૂક્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો તેઓ 2024માં દેશના રાષ્ટ્રપતિ બનશે, તો તેઓ અમેરિકન કંપનીઓને ચીન સાથે વેપાર કરવા પર પ્રતિબંધ મૂકશે અને ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FIB) નાબૂદ કરશે. રામાસ્વામી (37) એ રિપબ્લિકન પાર્ટીની ટોચની વાર્ષિક ઇવેન્ટ કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ (CPAC) માં તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજની સ્વતંત્રતાની ઘોષણા એ ચીનથી અમારી સ્વતંત્રતાની ઘોષણા છે. જો હું તમારા આગામી રાષ્ટ્રપતિ બનીશ, હું તેના પર સહી કરીશ.
Vivek Ramaswamy: જો હું રાષ્ટ્રપતિ બનિશ તો અમેરિકન કંપનીઓને ચીન સાથે વેપાર કરવા પર પ્રતિબંધ લગાવિશ - cpac નેશનલ ફોરમ
રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામી વોશિંગ્ટનમાં વાર્ષિક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. પોતાના પહેલા મોટા સંબોધનમાં તેમણે એવા મુદ્દાઓ વિશે વાત કરી જેણે અમેરિકાને મુશ્કેલીમાં મૂક્યું છે.
![Vivek Ramaswamy: જો હું રાષ્ટ્રપતિ બનિશ તો અમેરિકન કંપનીઓને ચીન સાથે વેપાર કરવા પર પ્રતિબંધ લગાવિશ Vivek Ramaswamy: જો હું રાષ્ટ્રપતિ બનિશ તો અમેરિકન કંપનીઓને ચીન સાથે વેપાર કરવા પર પ્રતિબંધ લગાવિશ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17914138-thumbnail-4x3-vivek.jpg)
ભાષણમાં તેમણે શું કહ્યું: CPAC ના રાષ્ટ્રીય પ્લેટફોર્મ પરથી તેમના પ્રથમ મોટા સંબોધનમાં, રામાસ્વામીએ કહ્યું કે, તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (76) અને 'અમેરિકા ફર્સ્ટ'ના તેમના વિઝનથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે, આ મુદ્દાઓને ઓળખવાનો અને તેના માટે આક્રમક રીતે કામ કરવાનો આ સમય છે. રામાસ્વામીએ ગયા અઠવાડિયે વ્હાઇટ હાઉસની રેસમાં સામેલ થવાની જાહેરાત કરી હતી. પોતાના 18 મિનિટના ભાષણમાં તેમણે કહ્યું કે, "ત્રણ ધર્મનિરપેક્ષ મુદ્દાઓએ આજે અમેરિકાને મુશ્કેલીમાં મૂક્યું છે." તેણે કહ્યું, "જો તમે કાળા છો, તો તમે સ્વાભાવિક રીતે વંચિત છો. જો તમે ગોરા છો, તો તમારી આર્થિક પૃષ્ઠભૂમિ અથવા ઉછેરને ધ્યાનમાં લીધા વિના, તમે સ્વાભાવિક રીતે વિશેષાધિકૃત છો. જાતિ નક્કી કરે છે કે તમે કોણ છો અને હું શું પ્રાપ્ત કરી શકું છું."
FBIને નાબૂદ કરવાનો સમય: રામાસ્વામીએ કહ્યું કે, અમેરિકા રાષ્ટ્રીય ઓળખના સંકટ વચ્ચે ફસાયું છે. રામાસ્વામીએ તેમના ભાષણમાં શિક્ષણ વિભાગ અને એફબીઆઈને નાબૂદ કરવાની પણ હાકલ કરી હતી. તેણે કહ્યું, "મેં ગયા અઠવાડિયે કહ્યું હતું કે, અમેરિકામાં પહેલી એજન્સી જેને બંધ કરવાની જરૂર છે તે શિક્ષણ વિભાગ છે. તેના અસ્તિત્વનું કોઈ કારણ નથી. રામાસ્વામીએ આગળ કહ્યું, "અને આજે, હું આ દેશમાં બીજી સરકારી એજન્સીને બંધ કરવાની જાહેરાત કરવા માટે તૈયાર છું, જે આપણે ઓછામાં ઓછા 60 વર્ષ પહેલા કરવું જોઈતું હતું. FBIને નાબૂદ કરવાનો સમય આવી ગયો છે.