નવી દિલ્હી: ગણતંત્ર દિવસ (Republic Day 2022)ની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને સંબોધિત (ram nath kovind address to nation) કર્યા. તેમણે કહ્યું કે,26 જાન્યુઆરીનો દિવસ એ મહાન નાયકોને યાદ કરવાનો પણ પ્રસંગ છે જેમણે સ્વરાજના સ્વપ્નને સાકાર કરવા માટે અજોડ હિંમત બતાવી અને તેના માટે લડવા દેશવાસીઓનો ઉત્સાહ જગાડ્યો.
નેતાજી સુભાષ ચંદ્ર બોઝને કર્યા યાદ
રાષ્ટ્રપતિએ કહ્યું કે, 2 દિવસ પહેલા, 23મી જાન્યુઆરીએ આપણે બધા દેશવાસીઓએ 'જય હિંદ'નો ઉદ્ઘોષ કરનારા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ (125th birth anniversary of netaji) પર તેમને યાદ કર્યા છે. સ્વતંત્રતા માટેની તેમની તત્પરતા અને ભારતને ગૌરવ અપાવવાની તેમની મહત્વાકાંક્ષા આપણા બધા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમણે કહ્યું કે, આપણે અત્યંત ભાગ્યશાળી છીએ કે, તે યુગની શ્રેષ્ઠ હસ્તીઓએ આપણું બંધારણ ઘડનાર વિધાનસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું. તે લોકો આપણા મહાન સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય ધ્વજવાહક હતા.
આ પણ વાંચો:Republic Day 2022: 384 લોકોને વીરતા પુરસ્કારની જાહેરાત, નીરજ ચોપરાને મળશે પરમ વિશિષ્ટ સેવા મેડલ
દેશવાસીઓએ નિભાવેલી ફરજની કરી પ્રશંસા
રાષ્ટ્રપતિએ કહ્યું, આહ્વાન કરવામાં આવતા રાષ્ટ્રની સેવા કરવાની મૂળભૂત ફરજ નિભાવતા આપણા કરોડો દેશવાસીઓએ સ્વચ્છતા અભિયાનથી લઈને કોવિડ રસીકરણ (Vaccination In India) અભિયાન સુધી જન આંદોલનનું સ્વરૂપ આપ્યું છે. આવા અભિયાનોની સફળતાનો મોટો શ્રેય આપણા ફરજ બજાવતા નાગરિકોને જાય છે. તેમણે કહ્યું કે, વર્ષ 1930માં મહાત્મા ગાંધીએ દેશવાસીઓને 'પૂર્ણ સ્વરાજ દિવસ' (purna swaraj day) કેવી રીતે ઉજવવો તે સમજાવ્યું હતું. બને તેટલું રચનાત્મક કાર્ય કરવાનો ગાંધીજીનો આ ઉપદેશ હંમેશા પ્રાસંગિક રહેશે.