- ચૂંટણી પંચ આવ્યું હરકતમાં
- પેટ્રોલ પંપ પર કેન્દ્રની યોજનાઓમાં વડાપ્રધાન મોદીની તસવીર ઉપયોગમાં લેવામાં આવી હતી
- ECIએ 26 ફેબ્રુઆરીએ રાજ્યની ચૂંટણીની તારીખોની ઘોષણા કરી હતી
કલકત્તાઃભારતીય ચૂંટણી પંચે પેટ્રોલ પંપોને 72 કલાકની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા બેનરો હટાવવા માટે નિર્દેશ કર્યો છે. આ જાણકારી ચૂંટણી પંયના એક અધિકારી દ્વારા આપવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ (ECI)એ બુધવારે તમામ પેટ્રોલ પંપના ડીલરો અને અન્યોને નિર્દેશ કર્યો છે કે કેન્દ્ર સરકારની જાહેરાતમાં વડાપ્રધાન મોદીના ફોટો છે તેને 72 કલાકની અંદર હટાવવામાં આવે.
આ પણ વાંચોઃબંગાળ ચૂંટણી પહેલા ખુલાસો, બંગાળના 37 ટકા ધારાસભ્યો સામે પોલીસ કેસ દાખલ