ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પત્નીનું 'મંગલસૂત્ર' કાઢી નાખવું એ માનસિક ક્રૂરતા છેઃ HC - ફેમિલી કોર્ટ

અલગ રહેતી પત્ની પતિની નિશાની મંગળસૂત્ર કાઢી (Removal of mangalsutra) નાખે તો તેને માનસિક ક્રૂરતા ગણવામાં આવશે. આ ટિપ્પણી મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court) છૂટાછેડા સાથે જોડાયેલા એક કેસમાં કરી છે. આ સાથે પતિની છૂટાછેડા માટેની અરજીને આ આધારે મંજૂર કરવામાં આવી છે.

પત્નીનું 'મંગલસૂત્ર' કાઢી નાખવું એ માનસિક ક્રૂરતા છેઃ HC
પત્નીનું 'મંગલસૂત્ર' કાઢી નાખવું એ માનસિક ક્રૂરતા છેઃ HC

By

Published : Jul 15, 2022, 10:41 AM IST

ચેન્નાઈ: મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court) કહ્યું છે કે, અલગ રહેતી પત્ની દ્વારા મંગલસૂત્ર હટાવવુંએ (Removal of mangalsutra) પતિ તરફથી માનસિક ક્રૂરતા સમાન છે. આ ટિપ્પણી કરતાં કોર્ટે પતિની છૂટાછેડાની અરજીને મંજૂરી આપી હતી. જસ્ટિસ વીએમ વેલુમણી અને એસ સાંથરની ડિવિઝન બેન્ચે ઈરોડની મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતા સી. શિવકુમારની અપીલને મંજૂરી આપતી વખતે આ અવલોકન કર્યું હતું.

આ પણ વાંચો:હવે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા, જાણો શુ છે કારણ

મંગલસૂત્ર પહેરવુ જરૂરી નથી : તેણે સ્થાનિક ફેમિલી કોર્ટના 15 જૂન, 2016ના આદેશને રદ કરવાની વિનંતી કરી હતી, જેણે છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે મહિલાની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે સ્વીકાર્યું કે, અલગ થવાના સમયે તેણે તેની મંગલસૂત્રની ચેન (લગ્નના પ્રતીક તરીકે મહિલા દ્વારા પહેરવામાં આવતી પવિત્ર ચેન) કાઢી નાખી હતી. જોકે, મહિલાએ સ્પષ્ટતા કરી હતી કે તેણે માત્ર ચેન કાઢીને મંગલસૂત્ર રાખ્યું હતું. મહિલાના વકીલે હિંદુ મેરેજ એક્ટની કલમ 7ને ટાંકીને કહ્યું કે, મંગલસૂત્ર પહેરવુ જરૂરી નથી અને તેથી પત્ની દ્વારા તેને હટાવી દેવાથી વૈવાહિક સંબંધો પર કોઈ અસર નહીં થાય.

આ પણ વાંચો:હિંદુ રાષ્ટ્ર તરફ વધુ એક પગલુ અગ્રેસર, મોહન ભાગવત કરશે મંદિરનું ઉદ્ઘાટન

ABOUT THE AUTHOR

...view details