- પ્લાઝમાની જેમ રેમડેસીવીર ઈન્જેક્શનને પણ કોરોના સારવારમાંથી બહાર કાઠવામાં આવશે
- દર્દીઓને ઉપયોગી નથી રેમડેસીવીર ઈનજેક્શન
- પ્લાઝમાં અંગે વિજ્ઞાનિકોને ચિંતા
નવી દિલ્હી: ગંગા રામ હોસ્પિટલનાં ચેરપર્સન ડો.ડી.એસ. રાણાએ મંગળવારે કહ્યું કે કોવિડ -19 દર્દીઓની સારવારમાં રેમડેસીવીર ઈનજેક્શનના અસરકારકતાના કોઈ પુરાવા ન હોવાને કારણે રેમડેસીવીરને પણ ટૂંક સમયમાં COVID-19 સારવારમાંથી કાઢી નાખવાનું માનવામાં આવી રહ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) ની સલાહ મુજબ, કોનવાલેસન્ટ પ્લાઝ્માના ઉપયોગ પછી આને COVID -19 માટે ભલામણ કરાયેલા સારવાર પ્રોટોકોલોમાંથી કાઢી દેવામાં આવ્યા છે.
પ્લાઝમાં કોરોનામાં ઉપયોગી નહીં
ડૉ.રાણાએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું, "પ્લાઝ્મા થેરેપીમાં, આપણે પહેલા ચેપગ્રસ્ત વ્યક્તિને પ્રિ-ફોરવર્ડ એન્ટીબોડી આપીએ છીએ, જેથી એન્ટિબોડી વાઇરસથની સામે લડી શકે. એન્ટિબોડીઝ સામાન્ય રીતે જ્યારે કોરોનાવાયરસનો હુમલો કરે ત્યારે રચાય છે. છેલ્લા એક વર્ષમાં કે પ્લાઝ્મા આપવાથી દર્દી અને અન્ય લોકોની સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી. ઉપરાંત, પ્લાઝમા સરળતાથી ઉપલબ્ધ નથી. પ્લાઝ્મા ઉપચાર વૈજ્ઞાનિક ધોરણે શરૂ કરવામાં આવ્યો હતો અને પુરાવાના આધારે બંધ કરાયો છે. "
રેમડેસીરને સારવામાંથી બહાર કાઢવી જોઈએ
ડૉ.રાણાએ જણાવ્યું હતું કે, "જો આપણે અન્ય દવાઓ વિશે વાત કરીએ જેનો ઉપયોગ આપણે કોવિડ ટ્રીટમેન્ટમાં કરીએ છીએ, રિમડેસીવીર અંગે એવા કોઈ પુરાવા નથી કે તે કોવિડ -19 ટ્રીટમેન્ટમાં મદદ કરે છે. જે દવાઓ કામ નથી કરતી તેની સારવાર માંથી બહાર કાઢવી જોઈએ.