ગુજરાત

gujarat

ETV Bharat / bharat

LPGના ભાવમાં રાહત, દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 25.50 રૂપિયા થયું સસ્તું

LPG સિલિન્ડરના નવા દર આજથી જાહેર કરવામાં આવ્યા છે(New prices of LPG cylinders announced). 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર આજથી 25.50 રૂપિયા સસ્તો થયો છે(Big relief in gas cylinder prices). ગત મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો(Reduction in the price of commercial LPG cylinders).

By

Published : Oct 1, 2022, 8:30 AM IST

Updated : Oct 1, 2022, 9:31 AM IST

ગેસ સિલિન્ડર 25.50 રૂપિયા થયું સસ્તું
ગેસ સિલિન્ડર 25.50 રૂપિયા થયું સસ્તું

નવી દિલ્હીઃઓક્ટોબર મહિનાની શરૂઆત ઘણા રાહતના સમાચાર લઈને આવી છે. નવા મહિનાના પહેલા દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે(New prices of LPG cylinders announced). ભૂતકાળમાં કુદરતી ગેસની કિંમતો સતત આસમાને સ્પર્શી રહી હતી, આ બધું હોવા છતાં ગેસ સિલિન્ડરના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર, આ ઘટાડો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના દરમાં કરવામાં આવ્યો છે(Reduction in the price of commercial LPG cylinders).

25.50 રુપિયાનો ઘટાડો નોંધાયો રાષ્ટ્રીય રાજધાનીમાં આજથી 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 25.50 રૂપિયા સસ્તો થયો છે. આ સિવાય ઘણા શહેરોમાં ભાવ પણ નીચે આવ્યા છે. ગત મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. એલપીજી સિલિન્ડરના નવા દર આજથી જાહેર કરવામાં આવ્યા છે.

આ શહેરોમાં ગેસ સિલિન્ડર સસ્તું ગયુંIOCL અનુસાર, 1 ઓક્ટોબર, 2022ના રોજ દિલ્હીમાં ઈન્ડેનના 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એ જ રીતે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોલકાતામાં રૂપિયા 36.50, મુંબઇમાં રૂપિયા 32.50 અને ચેન્નાઇમાં રૂપિયા 35.50નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કપાત બાદ રાજધાની દિલ્હીમાં આજથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1859.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

મેટ્રોમાં વાણિજ્યિક LPG કિંમતોકોમર્શિયલ એલપીજી સિલિન્ડર આજથી કોલકાતામાં 36.50 રૂપિયા સસ્તું થઈને 1,995.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. એ જ રીતે મુંબઈમાં તેની કિંમત રૂપિયા 1,844થી ઘટીને 1811.50 પર આવી ગઈ છે. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 35.50 રૂપિયા સસ્તું થયું છે. એલપીજી સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો મોટાભાગે હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગ થાય છે.

Last Updated : Oct 1, 2022, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details