- ખાતરના ભાવ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા આપી
- બેગ દીઠ રૂપિયા 1,200 કરવા માટે સીમાચિહ્નનો નિર્ણય
- ખેડૂતોને માત્ર 1,200 રૂપિયામાં DAP બેગ મળવાનું રહેશે ચાલુ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ખાતરના ભાવ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા આપી હતી. તેઓને એક પ્રેઝન્ટેશન દ્વારા ખાતરના ભાવો વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ખેડૂતોને ફક્ત જૂના દરે ખાતર મળવું જોઈએ: વડાપ્રધાન
બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ફોસ્ફોરિક એસિડ, એમોનિયા વગેરેના વધતા ભાવને કારણે ખાતરના ભાવમાં વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારો હોવા છતાં, ખેડૂતોને ફક્ત જૂના દરે ખાતર મળવું જોઈએ.
DAP ખાતર માટે સબસિડી 500 રૂપિયા પ્રતિ બેગથી વધારીને, બેગ દીઠ રૂપિયા 1,200 કરવા માટે સીમાચિહ્નનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ DAPના આંતરરાષ્ટ્રીય બજાર ભાવોમાં વધારો થવા છતાં, તેને ફક્ત 1,200 રૂપિયાના જૂના ભાવે વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે-સાથે કેન્દ્ર સરકારે પણ ભાવ વધારાના સંપૂર્ણ સરચાર્જ સહન કરવાનો નિર્ણય લીધો છે. એક સમયે બેગ દીઠ સબસિડીની માત્રામાં ક્યારેય વધારો કરવામાં આવ્યો નથી.
DAPનો અસલ ભાવ પ્રતિ બેગ રૂપિયા 1,700 હતો