ન્યૂયોર્કઃરિલાયન્સ જિયોના ચેરમેન, આકાશ (Jio Chairman Akash Ambani) અંબાણીને ટાઈમ્સ મેગેઝિન દ્વારા 'ટાઈમ્સ 100 Next'નીયાદીમાં (Akash Ambani in Times 100 Next) સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં તે એકમાત્ર ભારતીય છે. જો કે, આ યાદીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ OnlyFans ના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આમ્રપાલી ગન પણ છે. નોંધનીય છે કે ટાઈમ 100 નેક્સ્ટ લિસ્ટ 'ટાઈમ 100'ની યાદીથી પ્રેરિત છે જે વિશ્વના સૌથી શક્તિશાળી લોકોને દર્શાવે છે.
આકાશ અંબાણીનું ટાઈમ્સમાં 100 ઉભરતા લીડર કેટેગરીમાં સ્થાન - ટાઈમ્સ 100 Next
ટાઈમ્સ 100 Next દ્વારા સમગ્ર ઉદ્યોગો (Times 100 Next) અને સમગ્ર વિશ્વમાંથી 100 ઉભરતા (Akash Ambani in Times 100 Next) સ્ટાર્સનો સમાવેશ કરવામા આવે છે. જેઓ વિશ્વને બહેતર બનાવવા અને ભવિષ્યને વ્યાખ્યાયિત કરવા માટે અસાધારણ પ્રગતિ કરે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન, મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીને (Jio Chairman Akash Ambani) લીડર કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે.
Jioના ચેરમેન તરીકે બઢતીઃ ટાઈમ્સ 100 Next, સમગ્ર ઉદ્યોગોઅને સમગ્ર વિશ્વમાંથી 100 ઉભરતા સ્ટાર્સની યાદી બનાવી છે. જેઓ વિશ્વને બહેતર બનાવવા અને ભવિષ્યને વ્યાખ્યાયિત કરવા માટે અસાધારણ પ્રગતિ કરે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન, મુકેશ અંબાણીના પુત્ર આકાશને (Jio Chairman Akash Ambani) લીડર કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. 30 વર્ષના આકાશને, આ વર્ષે જૂનમાં ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની Jioના ચેરમેન તરીકે બઢતી આપવામાં આવી હતી. કંપનીના 42.6 કરોડથી વધુ ગ્રાહકો છે.
આ સિવાય અમેરિકન સિંગર SZA, એક્ટ્રેસ સિડની સ્વીની, બાસ્કેટબોલ પ્લેયર જા મોરાન્ટ, સ્પેનિશ ટેનિસ પ્લેયર કાર્લોસ અલ્કરાઝ, એક્ટર અને ટેલિવિઝન પર્સનાલિટી કેકે પામર અને પર્યાવરણ એક્ટિવિસ્ટ ફરવિઝા ફરહાન પણ આ યાદીમાં સામેલ છે.