- નીતા અંબાણી હિન્દુ યુનિવર્સિટીમાં વિઝિટિંગ લેક્ચરર બનાવવાના સમાચાર ફેક
- નીતા અંબાણીને વિઝિટિંગ લેક્ચરર માટેનો કોઈ પ્રસ્તાવ કે આમંત્રણ મળ્યું ન હતુ
- પ્રોફેસર નિમવાના વિરોધમાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ
મુબઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતુ કે, કાર્યકારી નિર્દેશક નીતા અંબાણીને હિન્દુ યુનિવર્સિટી તરફથી વિઝિટિંગ લેક્ચરર બનાવવાના જે સમાચાર ચાલી રહ્યા છે. તે સમાચાર બીલકુલ ફેક છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી નીતા અંબાણીને વિઝિટિંગ લેક્ચરર માટેનો કોઈ પ્રસ્તાવ કે આમંત્રણ મળ્યું નથી અને નીતા અંબાણીને યુનિવર્સિટી તરફથી કોઈ માહિતી મોકલવામાં આવી નથી. કેટલાક મીડિયા હાઉસ તરફથી એવા અહેવાલ પ્રકાશિત કરવામાં આવી રહ્યા હતા કે, મંગળવારે BHUના સ્ટુડન્ટ નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર નિમવાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.