ચંપાવત: જિલ્લાના સુખીઢાંગમાં આવેલી સરકારી આંતર કોલેજમાં GIC ભોજન માતા (GIC Sukhidhang SC Bhojan Mata) તરીકે અનુસૂચિત જાતિની મહિલાની નિમણૂક થયા બાદ વિદ્યાર્થીઓએ ભોજનનો ઇનકાર કર્યાનો કિસ્સો પ્રકાશ (GIC Sukhidhang SC Bhojan Mata Appointment Controversy)માં આવ્યો હતો. બીજી તરફ શિક્ષણ વિભાગના અધિકારીઓએ તપાસ કરીને ભોજન માતાની નિમણૂકને ગેરકાયદેસર ગણાવીને રદ કરી છે. હવે ટૂંક સમયમાં જ જાહેરાત આપીને નવેસરથી ભોજન માતાની નિમણૂક (appointment of Bhojan Mata in sukhidhang) કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ભોજન લઇને આવતા હતા
આ મામલે મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, વિદ્યાર્થીઓએ ચંપાવતની એક સરકારી શાળા (Government Inter College Sukhidhang)માં 'ભોજનમાતા' (રસોઇયા) દ્વારા તૈયાર કરાયેલો ખોરાક ખાવાની ના પાડી દીધી છે. આ સાથે વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ભોજન જાતે લાવી રહ્યા છે. DIG કુમાઉં ડૉ. નીલેશ આનંદ ભરણેને આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
શિક્ષણ વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે, પહેલા સામાન્ય જ્ઞાતિની મહિલાની નિમણૂક કરવાની હતી. બાદમાં એક અનુસૂચિત જાતિની મહિલાને ભોજન માતા તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. જેના કારણે વિવાદ (discrimination with sc bhojan mata) સર્જાયો હતો. શાળામાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને PTA દ્વારા પહેલા છૂટી કરાયેલી મહિલા પુષ્પા ભટ્ટની ભોજન માતા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પુષ્પા ભટ્ટે ચાર્જ સંભાળે તે પહેલાં શાળા પ્રશાસને ભોજન માતા તરીકે એક અનુસૂચિત જાતિની મહિલાની નિમણૂક કરી અને તેને કાર્ય સોંપ્યું. જેના કારણે PTAના પ્રમુખ નરેશ જોષી અને વાલીઓ નિમણૂકનો વિરોધ કરી રહ્યા હતા. તો એક અનુસૂચિત જાતિની મહિલાની ભોજન માતા તરીકે નિમણૂકને કારણે સવર્ણ જાતિના બાળકોએ શાળામાં તેના દ્વારા બનાવેલો ખોરાક ખાવાનું બંધ કરી દીધું હતું.
બાળકોના માતા-પિતાએ અનુસૂચિત જાતિની મહિલાના હાથનું ભોજન ખાવાની ના કહી હતી