બેંગલુરુ:નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ભારત તરફથી કોઈ પણ પગલું ભરતા પહેલા ક્રિપ્ટોના નિયમન પર વૈશ્વિક સર્વસંમતિ બનાવવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે આના પર વૈશ્વિક બ્લૂ પ્રિન્ટ બનાવવી પડી શકે છે. આના પર બધાએ સાથે મળીને કામ કરવું પડશે, નહીં તો તેના નિયમનનો કોઈ ફાયદો થશે નહીં. નાણાપ્રધાને કર્ણાટકમાં આયોજિત થિંકર્સ ફોરમ સંવાદ કાર્યક્રમમાં આ વાત કહી હતી.
G20 એજન્ડા પર ક્રિપ્ટો નિયમન:જો કે, નાણાપ્રધાને કહ્યું કે તેનો અર્થ 'ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી'નું નિયમન કરવાનો નથી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતના G20 પ્રમુખપદ દરમિયાન આ અમારો પ્રસ્તાવ હતો. મને ખુશી છે કે G20 એ આ વર્ષના તેના એજન્ડામાં આને રાખ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ક્રિપ્ટો કરન્સી પર એક પરિપત્ર જારી કર્યો છે. જેમાં તે મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી પર કેવી અસર કરી શકે છે તે જણાવવામાં આવ્યું છે. આ સાથે G20 દ્વારા સ્થાપિત ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ (FSB) એક રિપોર્ટ સબમિટ કરવા માટે સંમત થયા છે, જે નાણાકીય સ્થિરતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.