ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિશ્વભરમા આકર્ષણનું કેન્દ્ર અટલ ટનલ રોહતાંગે ફરી એકવાર વાહનો પસાર થવાનો રેકોર્ડ તોડ્યો - વાહનો પસાર થવાનો રેકોર્ડ

જિલ્લા કુલ્લુનું પર્યટન શહેર મનાલીની અટલ ટનલ રોહતાંગ વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ઉદ્ઘાટન બાદથી 5 લાખ પ્રવાસીઓએ અટલ ટનલ રોહતાંગની મુલાકાત લીધી છે.

વિશ્વભરમા આકર્ષણનું કેન્દ્ર અટલ ટનલ રોહતાંગે ફરી એકવાર વાહનો પસાર થવાનો રેકોર્ડ તોડ્યો
વિશ્વભરમા આકર્ષણનું કેન્દ્ર અટલ ટનલ રોહતાંગે ફરી એકવાર વાહનો પસાર થવાનો રેકોર્ડ તોડ્યો

By

Published : Mar 31, 2021, 1:53 PM IST

  • અટલ ટનલ રોહતાંગે હવે 28 માર્ચે ફરી એકવાર વાહનો પસાર થવાનો રેકોર્ડ તોડ્યો
  • પહેલા 26 ડિસેમ્બરે 5450 વાહનો પસાર થયા હતા
  • રવિવારે 28 માર્ચ, 5674 વાહનો ટનલમાંથી પસાર થયા હતા

કુલ્લુ: જિલ્લા કુલ્લુના પર્યટક શહેર મનાલીમાં અટલ ટનલ રોહતાંગે હવે 28 માર્ચે ફરી એકવાર વાહનો પસાર થવાનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા 26 ડિસેમ્બરે 5450 વાહનો પસાર થયા હતા. પરંતુ, રવિવારે 28 માર્ચ, 5674 વાહનો ટનલમાંથી પસાર થયા હતા.

આ પણ વાંચો:અટલ ટનલ-રોહતાંગમાં પ્રથમ અકસ્માત, ત્રણ વાહનો ટકરાયા

વાસીઓના આકર્ષણનું કેન્દ્ર

અટલ ટનલ રોહતાંગ દેશ દૂનિયાથી આવતા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને ઉદ્ઘાટન થયા બાદ 5 લાખ પ્રવાસીઓએ અટલ ટનલ રોહતાંગની મુલાકાત લીધી છે. તે જ સમયે, અટલ ટનલ રોહતાંગ જોવા માટે આવતા પ્રવાસીઓની સંખ્યા હવે રોજ વધી રહી છે.

અટલ ટનલ આકર્ષણનું કેન્દ્ર બની

કોરોના સંક્રમણ કારણે પર્યટન શહેર મનાલીમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી થઈ છે. પરંતુ, તે પછી પણ અટલ ટનલ રોહતાંગ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બરફવર્ષાના કારણે આ ટનલ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી હતી. હવે ટનલ ખુલ્યા બાદ લોકો લાહૌલ સ્પીતી તરફ વળી રહ્યા છે.

આ પણ વાંચો:SPG જવાન વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઇને પહોંચ્યાં મનાલી

હાઇલેન્ડ્સ પર ન જવાની સૂચના

એસપી લાહૌલ-સ્પીતી માનવ વર્માએ જણાવ્યું હતું કે, અટલ ટનલ ખોલ્યા પછી, 28 માર્ચે 26 ડિસેમ્બરનો રેકોર્ડ તૂટી ગયો છે. ખરાબ હવામાન અને બરફવર્ષા વચ્ચે પ્રવાસીઓને ઉચ્ચ વિસ્તારો તરફ ન જવા સૂચના આપવામાં આવી છે. એસપીએ પ્રવાસીઓને સવારે 10થી સાંજના 5 સુધી પ્રવાસ કરવાની સલાહ આપી છે.

ABOUT THE AUTHOR

...view details