ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લતા મંગેશકરના નિધન પર શોકમાં ડૂબ્યો દેશ, દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક - લતા મંગેશકરની યાદમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક

ગાયિકા લતા મંગેશકરનું રવિવારે અવસાન થયું (legendary singer lata mangeshkar passes away) છે. તેણી 92 વર્ષની હતી. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો (PM Modi on Lata Mangeshkar demise) છે. તેમણે જણાવ્યું કે, દીદી આપણા દેશમાં એક એવું ખાલીપણું છોડીને ગયાં છે, જે ભરી શકાય તેમ નથી.

Lata Mangeshkar Passed Away
Lata Mangeshkar Passed Away

By

Published : Feb 6, 2022, 10:55 AM IST

Updated : Feb 6, 2022, 11:44 AM IST

મુંબઈ: મુંબઈ: ગાયિકા લતા મંગેશકરનું રવિવારે નિધન થયું (legendary singer lata mangeshkar passes away) છે. તેણી 92 વર્ષની હતી. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર સ્વર કોકિલા લતા મંગેશકરની યાદમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક (Two days of national mourning) મનાવવામાં આવશે. સન્માનના ચિહ્ન તરીકે રાષ્ટ્રધ્વજને બે દિવસ સુધી અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. સાથે જ બપોરે 12થી ત્રણ વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન થશે. લતા મંગેશકરના અંતિમ સંસ્કાર શિવાજી પાર્કમાં સાંજે 4.30 કલાકે કરવામાં આવશે.

આ પણ વાંચો: ભારતરત્ન લતા મંગેશકરનું નિધન, કોરોના બાદ થયા હતા ન્યુમોનિયાથી સંક્રમિત

તેમની સિદ્ધિઓ અનુપમ રહેશે: રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, લતાજીનું નિધન મારા માટે અને વિશ્વભરના લાખો લોકો માટે હૃદયદ્રાવક છે. તેમના ગીતોની વિશાળ શ્રેણીમાં પેઢીઓને તેમની આંતરિક લાગણીઓની અભિવ્યક્તિ મળી છે. જે ભારતના સાર અને સુંદરતાને રજૂ કરે છે. તેમની સિદ્ધિઓ અનુપમ રહેશે.

દીદીએ દેશમાં ખાલીપો છોડી દીધોઃ વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા કહ્યું કે, હું શબ્દોની બહાર પીડા અનુભવું છું. દયાળુ અને સંભાળ રાખનાર લતા દીદી આપણને છોડીને ચાલ્યા ગયા છે. તેમણે આપણા દેશમાં એક ખાલીપો છોડી દીધો છે, જે ભરી શકાતો નથી. આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિના દિગ્ગજ તરીકે યાદ કરશે.

આ પણ વાંચો:જાણો 'લતાદીદી'ને આપવામાં આવેલા પુરસ્કારો અને સન્માન વિશે

હૃદયમાં ગુંજતી રહેશે લતા: રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi On Lata Mangeshkar demise) શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, લતા મંગેશકર જીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે. તે ઘણા દાયકાઓ સુધી ભારતનો સૌથી પ્રિય અવાજ રહ્યો છે. તેમનો મધુર અવાજ અમર છે અને તેમના ચાહકોના હૃદયમાં ગુંજતો રહેશે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.

લતા દીદીનું મૃત્યુ મારા માટે અંગત ખોટ છે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંગીત અને સંગીતના પૂરક એવા લતા દીદીએ દરેક પેઢીના જીવનમાં ભારતીય સંગીતની મધુરતા ભરી દીધી છે. સંગીત જગતમાં તેમનું યોગદાન શબ્દોમાં મૂકવું શક્ય નથી. તેમનું મૃત્યુ મારા માટે અંગત ખોટ છે.

લતા મંગેશકરનું નિધન કલા ક્ષેત્રને ન પુરી શકાય તેવી ખોટ: નીતિન ગડકરી

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે, લતા મંગેશકરનું નિધન દુઃખદ છે. તેમનું નિધન એ દેશ માટે અપુરતી ખોટ છે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ગાયિકા લતા મંગેશકરનું નિધન અત્યંત દુખદ છે. તેમનું નિધન એ કલા ક્ષેત્રને ન પુરી શકાય તેવી ખોટ છે.

ભારતનો અવાજ ખોવાઈ ગયો: સંરક્ષણ પ્રધાન

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, 'સ્વર કોકિલા' લતા મંગેશકરજીના અવસાનથી ભારતનો અવાજ ખોવાઈ ગયો છે. તેમના દ્વારા ગાયેલા ગીતો ભારતની ઘણી પેઢીઓએ સાંભળ્યા અને ગાયા છે. તેમના નિધનથી દેશની કલા અને સંસ્કૃતિ જગતને મોટી ખોટ પડી છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.

લતા મંગેશકરનું અવસાન કળા ક્ષેત્ર માટે અપુરતી ખોટ: યોગી

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ગાયિકા લતા મંગેશકરનું નિધન અત્યંત દુખદ છે. તેમનું નિધન એ કલા ક્ષેત્રને ન પુરી શકાય તેવી ખોટ છે.

પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે: ભુપેન્દ્ર પટેલ

ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, લતા મંગેશકરનું અવસાન આપણા સૌ માટે મોટી ખોટ છે. પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.

સંગીતનાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો: સી.આર.પાટીલ

ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, સ્વર સામ્રાજ્ઞી લતા દીદીનાં દુખદ નિધનનાં સમાચારથી વ્યથિત છું. સંગીતનાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે પણ એમનાં ગીતો અને એમનો અવાજ સદાય અમર રહેશે. દુનિયાભરનાં એમનાં પ્રશંસકો અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ અને એમના દિવંગત આત્માને શાંતિ પ્રાપ્ત થાય એવી પરમાત્માને પ્રાર્થના!

Last Updated : Feb 6, 2022, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details