ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોરબીનો પુલ મંજુરી વગર ખુલ્લો મુકાયો હતો, હવે જવાબદારો સામે થશે કડક કાર્યવાહી - morbi civil hospital

તરવૈયા 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી 2 NDRFની ટીમ રવાના કરાઇ છે. (Morbi Bridge collapse)કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો​​​​​ છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.

મોરબીનો પુલ મંજુરી વગર ખુલ્લો મુકાયો હતો, હવે જવાબદારો સામે થશે કડક કાર્યવાહી
મોરબીનો પુલ મંજુરી વગર ખુલ્લો મુકાયો હતો, હવે જવાબદારો સામે થશે કડક કાર્યવાહી

By

Published : Oct 31, 2022, 8:56 AM IST

મોરબી: શહેર માટે કાલનો દિવસ ગોઝારો બની ગયો હતો. ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બની છે.(Morbi Bridge collapse) જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. લોકોની ભીડ જામતા મોડી સાંજે આ પુલ બે ભાગમાં કટકા થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. જેના પછી અત્યાર સુધીમાં 132થી વધુ લોકોનાં મોત થયા છે.

મોરબીનો પુલ મંજુરી વગર ખુલ્લો મુકાયો હતો, હવે જવાબદારો સામે થશે કડક કાર્યવાહી

2-2 લાખની સહાય:તરવૈયા 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે.(gujarat morbi update) જ્યારે ગાંધીનગરથી 2 NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અનેહેલ્પ લાઇન નંબર 02822 243300જાહેર કરવામાં આવ્યો​​​​​ છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.

ઓરેવા ટ્રસ્ટ પર આક્ષેપ:મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, "પુલનો કોન્ટ્રાક આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતા નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો એટલે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે. ખાનગી કંપનીએ પુલનું રીનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલની ગુણવત્તા ચકાસ્યા વગર તંત્રને જાણ કર્યા વગર પુલ ચાલુ કરી દેવતા આ ઘટના બન્યા બાદ હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પુલના કામ બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે"

જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે:મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 7 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો. પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે.

1879માં પુલનુ ખાતમુહૂર્ત:20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે.

ABOUT THE AUTHOR

...view details