લખનઉ:ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ અતીકના પુત્ર અસદના એન્કાઉન્ટરને લઈને ETV ઈન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, યુપી પોલીસ પોલીસ પર હુમલો કરનારાઓને બક્ષશે નહીં, જે ગુનેગાર છે. તેમણે કહ્યું કે આ સમાજવાદી પાર્ટીનો સમય નથી, જ્યારે પોલીસ પર હુમલો કરનારાઓ સરળતાથી ભાગી જતા હતા. આ ભારતીય જનતા પાર્ટીનો સમય છે, અને અમે પોલીસ પર હુમલો કરનારા કોઈપણ ગુનેગારને બક્ષશું નહીં.
ભાજપનું નિવેદન:કેશવ પ્રસાદ મૌર્યએ અસદના એન્કાઉન્ટર બાદ તેમના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી ગુનેગારો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. આ તેનો અસલી ચહેરો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર એકપણ ગુનેગારને છોડવાની નથી. સમાજવાદી પાર્ટીને પીડા થઈ રહી છે, પરંતુ અમારું સીધું કહેવું છે કે જો કોઈ ગુનેગાર પોલીસ પર ગોળીબાર કરશે તો અમે તેની સામે ચોક્કસ કડક પગલાં લઈશું. હું ઉત્તર પ્રદેશ પોલીસ અને એસટીએફના અધિકારીઓને અભિનંદન પાઠવું છું.
'યુપીમાંથી માફિયાઓનો સફાયો થઈ રહ્યો છે':ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે 'યુપીમાંથી માફિયાઓનો સફાયો થશે'. ગુનેગારોને ટેકો આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ કાયદાથી ઉપર નથી. હાલમાં રાજ્યના મોટાભાગના માફિયાઓ ઘૂંટણિયે આવી ગયા છે. ગુનેગારોને સજા આપવાના મામલે યુપી દેશમાં નંબર વન છે. માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને આરોપી ગુલામને યુપી એસટીએફ દ્વારા ગુરૂવારે ઝાંસીમાં એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા હતા. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે એસટીએફને અભિનંદન પાઠવ્યા હતા. ડેપ્યુટી સીએમએ કહ્યું કે યુપીમાં ગુનાખોરી અને ગુનેગારો માટે કોઈ જગ્યા બાકી નથી. મોટાભાગના ગુનેગારો ખતમ થઈ ગયા છે, જે બાકી છે તેઓ જેલના સળિયા પાછળ છે. 2017માં રાજ્ય સરકારે લોકોને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનું વચન આપ્યું હતું. સરકાર તેના વચનને પૂર્ણ કરવાના પ્રયાસો કરી રહી છે. પોલીસ કાયદાના દાયરામાં રહીને કાર્યવાહી કરી રહી છે. માફિયાઓને કોર્ટ દ્વારા સજા થઈ રહી છે. પોલીસ પોતાનું કામ ઈમાનદારી અને કોઈપણ ભેદભાવ વગર કરી રહી છે.
'પૂર્વ સરકારોએ દરેક જિલ્લામાં માફિયા પેદા કર્યા': નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે 'ભૂતપૂર્વ સરકારોએ દરએક જિલ્લાને એક-એક માફિયા આપ્યા, જેઓ સમાજ માટે સતત ખતરો હતા. ભાજપ સરકાર માફિયાઓને નાબૂદ કરીને વિકાસને પ્રાથમિકતા આપી રહી છે. સમાજના સૌથી નીચા સ્તરે ઉભેલા વ્યક્તિને આરોગ્યની સુવિધાઓ સરળતાથી મળી શકે તે માટે ડબલ એન્જિન સરકારે એક જિલ્લા-એક મેડિકલ કોલેજની ભેટ આપી.