નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની (Reserve Bank of India) મોનેટરી પોલિસી કમિટીની (Monetary Policy Committee) ત્રણ દિવસીય બેઠક ગુરુવારથી શરૂ થઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય બેંક નીતિ વિષયક નિર્ણયો લેશે, જેની જાહેરાત આજે 5 ઓગસ્ટે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે 3 થી 5 ઓગસ્ટ વચ્ચે યોજાનારી આ બેઠકમાં RBI રેપો રેટમાં વધારો કરી શકે છે. અગાઉ યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં પણ RBIએ રેપો રેટમાં (RBI Repo Rate Hike) વધારો કર્યો હતો. દર બે મહિને મળનારી નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી શરૂ થઈ રહી છે.
આ પણ વાંચો:વધી શકે છે EMI, આજથી RBIની નાણાકીય સમીક્ષા બેઠક, રેપો રેટમાં સંભવિત વધારો
ગત વખતે આટલો વધારો થયો હતો :છૂટક ફુગાવો સતત 7 ટકાથી ઉપર રહ્યો છે. જો સેન્ટ્રલ બેંક રેપો રેટ વધારશે તો બેંકો લોન પર વ્યાજ દર વધારી શકે છે. રિઝર્વ બેંકે મે મહિનામાં 0.40 ટકા અને જૂનમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. સતત વધારા બાદ રેપો રેટ વધીને 4.90 ટકા થઈ ગયો છે.
આ પણ વાંચો:RBI નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં કરી શકે છે આટલો વધારો: રિપોર્ટ
ફુગાવો દર : જૂન મહિનામાં મોંઘવારી દર 7.01 ટકા હતો. આ સતત છઠ્ઠી વખત હતો જ્યારે ફુગાવાનો દર રિઝર્વ બેંક (RBI) દ્વારા નિર્ધારિત લક્ષ્ય મર્યાદા કરતા વધારે હતો. જુલાઈ મહિનાના આંકડા હજુ આવવાના બાકી છે. મે મહિનામાં રિટેલ મોંઘવારી દર 7.04 ટકા હતો. એપ્રિલ મહિનામાં રિટેલ મોંઘવારી દર 7.79 ટકા નોંધાયો હતો. ખાદ્ય ફુગાવો જૂનમાં 7.75 ટકા હતો જે મે મહિનામાં 7.97 ટકા નોંધાયો હતો.