ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો, જેમાં 11 સ્થળોએ બોમ્બ વિસ્ફોટની વાત કરાઇ - રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર

મંગળવારે મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરના ઈ-મેલ આઈડી પર બોમ્બની ધમકી ધરાવતો ઈ-મેલ મળ્યો હતો. ઈ-મેલ મળ્યા બાદ પોલીસને આ માહિતી આપવામાં આવી હતી, જેના સંદર્ભમાં પોલીસ તપાસ કરી રહી છે. ઈ-મેલમાં મુંબઈમાં 11 સ્થળોએ બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી.

Etv Bharat
Etv Bharat

By ANI

Published : Dec 26, 2023, 8:53 PM IST

મુંબઈઃમંગળવારે સવારે 10:50 વાગ્યે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરના ઈ-મેલ આઈડી પર એક ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો, જેમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ RBIના ટોચના અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા. આ મામલાની માહિતી આપતા ડેપ્યુટી પોલીસ કમિશ્નર રાજ તિલક રોશને કહ્યું કે મુંબઈ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ઈ-મેલ મોકલનાર વ્યક્તિને શોધી રહી છે.

11 સ્થાનો પર બોમ્બ રાખવામાં આવ્યા : મળતી માહિતી મુજબ, આ ઈ-મેલ બ્રેકિંગ ન્યૂઝના વિષય સાથે મોકલવામાં આવ્યો હતો. RBI ગવર્નરને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ 11 બોમ્બ રાખ્યા છે. આ બોમ્બ ભારતના ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ આચરનાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સહિતની ખાનગી બેંકોમાં રાખવામાં આવ્યા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેટલીક બેંકોના વરિષ્ઠ અધિકારીઓ અને ભારતના કેટલાક પૂર્વ મંત્રીઓ પણ આ કૌભાંડમાં સામેલ છે.

આ પ્રકારની માંગ કરાઇ : આ મેલમાં આગળ લખવામાં આવ્યું હતું કે 'આ અંગે અમારી પાસે મજબૂત પુરાવા છે.' ઈ-મેલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 'બપોરે 1:30 વાગ્યે ત્રણ સ્થળોએ બોમ્બ વિસ્ફોટ થશે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ન્યૂ સેન્ટ્રલ ઓફિસ બિલ્ડીંગ ફોર્ટ મુંબઈ, એચડીએફસી હાઉસ ચર્ચગેટ મુંબઈ અને આઈસીઆઈસીઆઈ બેંક ટાવર્સ બીકેસી મુંબઈ. અમે માંગ કરીએ છીએ કે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર અને નાણામંત્રી બંનેએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને આ અંગે એક પ્રેસ સ્ટેટમેન્ટ પણ બહાર પાડવું જોઈએ.

પોલિસે તપાસ હાથ ધરી : ઈ-મેઈલમાં આગળ લખવામાં આવ્યું હતું કે 'તેમજ અમે પણ માંગ કરીએ છીએ કે સરકાર આ બંને તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો સામે પગલાં લે.' ધમકીભર્યા ઈ-મેલમાં કહેવામાં આવ્યું હતું કે 'જો બપોરે 1.30 વાગ્યા પહેલા અમારી માંગણીઓ નહીં સંતોષાય તો એક પછી એક તમામ અગિયાર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે.' મુંબઈ પોલીસ ધમકીભર્યો મેલ મોકલનાર વ્યક્તિને શોધી રહી છે. રસપ્રદ વાત એ છે કે મંગળવાર બપોર સુધી મેલમાં ઉલ્લેખિત સ્થળોએ કંઈ થયું ન હતું.

  1. Human Trafficking Case : ફ્રાન્સથી પરત ફર્યાં ગુજરાતીઓ, સીઆઈડી ક્રાઇમ સઘન તપાસ કરશે , એજન્ટો વિરુદ્ધ કાર્યવાહીની તૈયારી
  2. Hamas Israel War: 81 દિવસથી ચાલતા હમાસ યુદ્ધ પર શું કહે છે મૂળ રાજકોટના અને હાલ ઈઝરાયલમાં રહેતા સોનલ ગેડીયા ?

ABOUT THE AUTHOR

...view details