મુંબઈ:2000 રૂપિયાની નોટો પર RBI ગવર્નરની પ્રતિક્રિયાઃ 2000 રૂપિયાની નોટ બંધ થવા પર RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે RBIનો 2000 રૂપિયાની નોટ લાવવાનો હેતુ પૂરો થઈ ગયો છે.
ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો:મુંબઈમાં RBI ગવર્નર શક્તિકાંત દાસે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા પર કહ્યું કે ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને લોકો સરળતાથી નોટ બદલી શકે છે, તમે આરામથી નોટ બદલી શકો છો. 4 મહિના આ બાબતને ગંભીરતાથી લેવાનો સમય છે. નોટો બદલવા માટે પુષ્કળ સમય છે. જૂની નોટો બદલવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધને સમસ્યા ન ગણો.
માર્કેટમાં બીજી ચલણી નોટની અછત નથી:આરબીઆઈના ગવર્નરનું મોટું નિવેદન સામે આવ્યું છે, નોટ બદલવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ચિંતાની કોઈ વાત નથી. જૂની નોટ બદલવા માટે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. નોટ બદલવા અંગે એક ડેટા તૈયાર કરવામાં આવશે. બેંક દરેક મુશ્કેલીઓનું સમાધાન કરવા માટે તૈયાર છે. સરળ સુવિધા ઊભી કરવામાં આવી છે. દેશવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હાલ જે નિયમ છે એ જ નિયમ અનુસાર નોટ જમા કરાવી શકાશે. નોટ બદલવા માટે કોઈ દોડાદોડી ન કરે. પૂરતો સમય છે. હાલ જે સમસ્યાઓ આવી રહી છે. એને અમે સતત મોનિટર કરી રહ્યા છીએ. આ નિર્ણયથી કોઈ સમસ્યા થાય એમ નથી.
ચાર મહિનામાં ગમે ત્યારે લોકો નોટ બદલી શકાય: ચાર મહિનાનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. ચાર મહિનામાં ગમે ત્યારે લોકો નોટ બદલવા માટે જઈ શકે છે. માર્કેટમાં અન્ય નોટનું રેગ્યુલેશન સતત થઈ રહ્યું છે. 50 હજારથી વધારે કેશ હશે તો જાણકારી આપવી પડશે. પણ 2000ની નોટ લીગલ ટેન્ડર તરીકે યથાવત રહેશે. 2000ની નોટનો હેતું પૂરો થઈ ગયો છે. એટલે પાછી ખેંચી છે. આરબીઆઈએ તો 2000ની નોટ છાપવાનું જ બંધ કરી દીધું છે.
ખાસ વ્યવસ્થા કરાશેઃવિદેશમાં રહેતા લોકો પાસે પણ આ નોટ હશે. એમના માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. તમે તમારા ખાતામાં જ આ નોટ જમા કરાવી શકાશો. જેની સામે અન્ય નોટ મળી રહેશે. ન્યૂ નોટ પોલીસી અંતર્ગત આ પગલું ભરવામાં આવ્યું છે. હાલમાં આરબીઆઈ ક્લિનનોટ પોલીસી તૈયાર કરી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, બેંકોને આવતીકાલથી ₹ 2,000 ની બેંક નોટો બદલવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવી છે .
ઊતાવળ ન કરોઃ કોઈએ તેમની ₹ 2,000ની નોટો પરત કરવા અથવા બદલવા માટે ઉતાવળ કરવી જોઈએ નહીં, લોકો નોટો મૂકી દેવા માટે બેંકોનો સંપર્ક કરવાનું શરૂ કરે તેના એક દિવસ પહેલા જણાવ્યું હતું. તેમણે એ પણ ભારપૂર્વક કહ્યું કે 30 સપ્ટેમ્બર પછી પણ નોટો કાયદેસર રહેશે. "હવે બેંકોમાં ધસારો કરવાનું કોઈ કારણ નથી. તમારી પાસે 30 સપ્ટેમ્બર સુધી ચાર મહિના છે." ખોટી રીતે બેંકમાં કોઈ પ્રકારનો ધસારો કરવાની જરૂર નથી.
નિષ્ણાંતોનો મતઃ તરલતામાં સુધારો કરવા, ટૂંકા ગાળાના દરોને સરળ બનાવવા રૂપિયા 2,000ની નોટ પાછી ખેંચી છે એવો મત નિષ્ણાંતો આપી રહ્યા છે. રૂપિયા 2,000ની નોટના ઓર્ડર પછી વધુ સોનું, ચાંદી મેળવી રહેલા જ્વેલર્સની પૂછપરછ વધી હતી. આરબીઆઈના વડાએ ઉમેર્યું હતું કે, "પ્રાથમિક રીતે પર્ફોમન્સ બાદ પાછી ખેંચી લેવામાં આવેલી નોટોને ફરીથી ભરવા માટે ખાસ વ્યવસ્થા બનાવી દેવામાં આવી છે. બેંક પણ આ માટે કામ કરી રહી છે, 2000ની બેંક નોટો જમા કરવામાં આવી હતી."
- 2000 Rs notes: નોટબંધી પરત! 2000ની નોટ બંધ થવાને કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો
- Atal Pension Yojana : અટલ પેન્શન યોજનાના ગ્રાહકોની સંખ્યા 5 કરોડને પાર
- Gold Silver Sensex News: સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો, શેરબજારમાં તેજી ચાલુ