ગુજરાત

gujarat

ETV Bharat / bharat

RBIએ આરોગ્ય સુવિધાઓ માટે 50,000 કરોડ રૂપિયાની વિશેષ લિક્વિડિટી સુવિધા જાહેર કરી - કોરોનાની બીજી લહેરની અસર અર્થતંત્ર પર

દેશમાં કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિથી RBI પણ ચિંતામાં જોવા મળી રહ્યું છે. RBIના ગવર્નર શક્તિકાન્ત દાસે આજે બુધવારે કોરોના અને તેની સ્થિતિ અંગે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. RBIએ માર્ચ 2022 સુધી કોરોનાથી સંબંધિત આરોગ્ય સુવિધાઓ માટે 50,000 કરોડ રૂપિયાની વિશેષ લિક્વિડિટી સુવિધાની જાહેરાત કરી છે.

RBIએ આરોગ્ય સુવિધાઓ માટે 50,000 કરોડ રૂપિયાની વિશેષ લિક્વિડિટી સુવિધા જાહેર કરી
RBIએ આરોગ્ય સુવિધાઓ માટે 50,000 કરોડ રૂપિયાની વિશેષ લિક્વિડિટી સુવિધા જાહેર કરી

By

Published : May 5, 2021, 12:39 PM IST

  • કોરોનાની સ્થિતિ અંગે RBI ચિંતામાં
  • કોરોનાની બીજી લહેરની અસર અર્થતંત્ર પર થઈઃ RBI
  • RBIના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ યોજી

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર વચ્ચે RBI (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા) પણ એક્શનમાં જોવા મળી રહી છે. RBIના ગવર્નર શક્તિકાન્ત દાસે આજે બુધવારે કોરોના અને તેની સ્થિતિ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરની અર્થતંત્ર પર મોટા પાયે અસર થઈ છે. કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિ પર RBI નજર રાખી રહી છે. બીજી લહેર સામે મોટા પગલાં લેવાની જરૂર છે.

આ પણ વાંચોઃRTGS રવિવારે 14 કલાક માટે અનુપલબ્ધ રહેશે- RBIએ કર્યું ટ્વીટ

કોરોનાની પ્રથમ લહેરમાં પણ અર્થતંત્ર પર વિપરીત અસર પડી હતી: RBI

RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેન્ક વર્તમાન કોરોનાની સ્થિતિ પર નજર રાખવાનું ચાલુ રાખશે. વિશેષ રીતે નાગરિકો, વેપારી સંસ્થાઓ અને બીજી લહેરથી પ્રભાવિત સંસ્થાઓ માટે પોતાના નિયંત્રણના દરેક સંસાધનો અને સાધનોને તહેનાત કરાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી લહેર પછી ઈકોનોમીમાં રિકવરી જોવા મળી હતી, પરંતુ બીજી લહેરમાં ફરી એક વાર અર્થતંત્ર પર સંકટ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃRBIએ અમેરિકન એક્સપ્રેસ, ડાઈનર્સ ક્લબના નવા ગ્રાહકોને કાર્ડ આપવા પર પ્રતિબંધ લગાવ્યો

બેન્ક સરળ હપ્તાથી નિકાસકારોને લોન આપશે

RBIએ માર્ચ 2022 સુધી કોરોના સંબંધિત આરોગ્ય સુવિધાઓ માટે 50,000 કરોડ રૂપિયાની વિશેષ લિક્વિડિટી સુવિધાની જાહેરાત કરી હતી. આનાથી બેન્ક વેક્સિન ઉત્પાદકો, વેક્સિન ટ્રાન્સપોર્ટ, નિકાસકારોને સરળ હપ્તા પર લોન ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત હોસ્પિટલ્સ, હેલ્થ સર્વિસ પ્રોવાઈડર્સને પણ આનો લાભ થશે.

ABOUT THE AUTHOR

...view details