નવી દિલ્હી: 2000 રૂપિયાની જૂની નોટો બદલવા અને જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવીને 7 ઓક્ટોબર કરવામાં આવી છે. અત્યાર સુધી તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 હતી. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
3.42 લાખ કરોડની નોટો પરત: બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી 3.56 લાખ કરોડની, 2000ની નોટોમાંથી, 3.42 લાખ કરોડની નોટો બેન્કોને પરત કરવામાં આવી છે. આ આંકડો 19 મે 2023ના રોજ ચલણમાં આવેલી 2000ની બેંક નોટના 96 ટકા છે.
બેંક શાખાઓમાં નહિ બદલી શકાય નોટો: આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 8 ઓક્ટોબર, 2023થી બેંક શાખાઓમાં 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અને બદલવાનું બંધ કરી દેવામાં આવશે. 8 ઑક્ટોબર પછી બાકીની 2,000 રૂપિયાની નોટો ફક્ત RBIની 19 ઇશ્યૂ ઑફિસ દ્વારા તમારા ખાતામાં જમા કરાવી શકાશે. લોકો ટપાલ વિભાગમાંથી RBIની 19 ઈસ્યુ ઓફિસમાં પણ 2,000ની નોટ મોકલી શકે છે. આ નોટની કિંમત સંબંધિત વ્યક્તિના ખાતામાં જમા થશે.
ક્યાં બદલી શકાશે નોટો: RBI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 7 ઓક્ટોબર પછી પણ 2000 રૂપિયાની નોટો માન્ય રહેશે. અદાલતો, કાયદા અમલીકરણ એજન્સીઓ, સરકારી વિભાગો અથવા જાહેર સત્તાવાળાઓ તપાસ અથવા કાર્યવાહી દરમિયાન જ્યારે જરૂર પડે ત્યારે કોઈપણ મર્યાદા વિના RBIની 19 ઈસ્યુ ઑફિસમાંથી કોઈપણમાં 2000ની બેંક નોટ જમા કરાવી શકશે.
- 2000 Note Rain : બિલ્ડર-નેતાઓ દ્વારા જામનગરના લોક ડાયરામાં 2000ની નોટોનો કર્યો વરસાદ
- SC ON 2000 NOTE: 2 હજારની નોટ બદલવા સામેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા સુપ્રીમનો ઇન્કાર