ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Raveena Tandon supports Kutch Police: કારમાં ડાન્સ કરતા સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓના સમર્થનમાં અભિનેત્રી રવીના ટંડન, કહ્યું... - કચ્છના સસ્પેન્ડેડ પોલીસકર્મીઓ અંગે રવીના ટંડનનું ટ્વીટ

તાજેતરમાં જ પૂર્વ કચ્છની પોલીસ વાનમાં જતા 4 પોલીસકર્મીઓનો એક વીડિયો વાઈરલ (Dance video of East Kutch policemen goes viral) થયો હતો, જેમાં ચારેય પોલીસકર્મી ચાલતી ગાડીમાં મ્યૂઝિક પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જોકે, આ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં (East Kutch policemen suspended) આવ્યા હતા. તેવામાં હવે બોલિવુડની ટોચની અભિનેત્રી રવીના ટંડન આ પોલીસકર્મીઓના સમર્થનમાં (Raveena Tandon supports Kutch Police) આવી છે.

Raveena Tandon supports Kutch Police: કચ્છમાં કારમાં ડાન્સ કરતા સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓના સમર્થનમાં આવી અભિનેત્રી રવીના ટંડન, કહ્યું....
Raveena Tandon supports Kutch Police: કચ્છમાં કારમાં ડાન્સ કરતા સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓના સમર્થનમાં આવી અભિનેત્રી રવીના ટંડન, કહ્યું....

By

Published : Jan 24, 2022, 1:12 PM IST

Updated : Jan 24, 2022, 2:48 PM IST

અમદાવાદઃ તાજેતરમા જ પૂર્વ કચ્છની પોલીસ વાનમાં જતા ચાર પોલીસકર્મીઓ કારમાં ડાન્સ કરતા હોવાનો વીડિયો (Dance video of East Kutch policemen goes viral) સામે આવ્યો હતો. જોકે, આ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા (East Kutch policemen suspended) હતા. ત્યારે હવે બોલિવુડની ટોચની અભિનેત્રી રવીના ટંડને હવે આ પોલીસકર્મીઓના સમર્થનમાં (Raveena Tandon supports Kutch Police) આવી છે.

આ પણ વાંચો-યાત્રાધામ ડાકોરના રાજકારણમાં ભડકો, મહિલા પ્રમુખ સહિત ચાર સભ્યો કરાયા સસ્પેન્ડ

રવીના ટંડને વીડિયો શેર કરી કચ્છના પોલીસકર્મીઓ માટે માફીની કરી માગ

રવીના ટંડને પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વ તૈયારી બાદ જૂના હિન્દી ગીતોના બેન્ડ પર ડાન્સ કરતા એરફોર્સ જવાનોની એક વીડિયો ક્લિપ ટ્વિટર પર શેર કરી હતી, જેમાં રવીના ટંડને જણાવ્યું (Raveena Tandon tweet on suspended policemen of Kutch) હતું કે, કચ્છમાં સસ્પેન્ડ કરાયેલા જવાનોને તેઓ ફરી આવું નહીં કરે તેવી સૂચના આપી માફ કરી દેવા જોઈએ. તેઓ પણ માણસ છે એટલે તેમને માફી આપવી જોઈએ.

પૂર્વ કચ્છના પોલીસકર્મીઓનો વીડિયો થયો હતો વાઈરલ

આ પણ વાંચો-આરોપીને VIP ટ્રીટમેન્ટ આપી કોર્ટમાં લઇ જવા મામલે મોરબીના બે પોલીસકર્મી સસ્પેન્ડ

ગાંધીધામના સસ્પેન્ડેડ પોલીસકર્મીઓને માફ કરી દેવા જોઈએઃ રવીના ટંડન

અભિનેત્રી રવીના ટંડને વધુમાં લખ્યું (Raveena Tandon tweet on suspended policemen of Kutch) હતું કે, આપણા જવાનોને પણ હળવા થવાની જરૂર પડતી હોય છે. આ સાથે જ રવીના ટંડને ગાંધીધામના આ ત્રણ પોલીસકર્મીની સજા માફ કરવામાં આવે તેવી ટ્વિટ (Raveena Tandon supports Kutch Police) કરી હતી.

કચ્છના પોલીસકર્મીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો હતો વાઈરલ

આપને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયામાં ચાર પોલીસકર્મીઓ કારમાં ડાન્સ કરી રહ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ (Dance video of East Kutch policemen goes viral) થયો હતો. આ પોલીસકર્મીઓ સીટ બેલ્ટ પહેર્યા વગર કારમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ત્યારે પૂર્વ કચ્છના જિલ્લા પોલીસ વડાએ તેમને ફરજ મોકૂફ કર્યા હતા. આ અગાઉ છત્તીસગઢના IPS અને ટ્રાન્સપોર્ટ કમિશનરે પણ કચ્છના આ પોલીસકર્મીઓનું સમર્થન કર્યું હતું.

Last Updated : Jan 24, 2022, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details