ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુખ્ય આર્થિક સલાહકારે અર્થવ્યવસ્થા અંગે કરી મોટી વાત, કહ્યું - હાલ જરૂરી છે કે... - Chief Economic Adviser

GST પર ચર્ચા કરતા મુખ્ય આર્થિક સલાહકાર (CEA) કેવી સુબ્રમણ્યમે કહ્યું હતું કે, સરકાર GST દરના માળખાને તર્કસંગત બનાવવા પર કામ કરશે. વાંચો આ બાબતે સંપૂર્ણ સમાચાર...

મુખ્ય આર્થિક સલાહકારે અર્થવ્યવસ્થા અંગે કરી મોટી વાત
મુખ્ય આર્થિક સલાહકારે અર્થવ્યવસ્થા અંગે કરી મોટી વાત

By

Published : Jul 29, 2021, 7:23 PM IST

  • GST દર માળખાને તર્કસંગત બનાવવું એ સરકારનો એજન્ડા
  • ત્રણ સ્તરનું માળખમાં સુધાર જરૂરી છે: સુબ્રમણ્યમ
  • વૈશ્વિક કદની બેન્કોમાં 50 સુધીમાં ભારતની એક પણ નહીં

નવી દિલ્હી: મુખ્ય આર્થિક સલાહકાર (CEA) કેવી સુબ્રમણ્યમે ગુરુવારે કહ્યું હતું કે, કે GST દર માળખાને તર્કસંગત બનાવવું એ સરકારના એજન્ડામાં છે અને તે ચોક્કસ રીતે થશે. ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) જુલાઈ 2017 માં અમલમાં આવ્યો હતો. તે એક્ઝાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેટ સહિત એક ડઝનથી વધુ સેન્ટ્રલ અને સ્ટેટ ટેક્સની ભરપાઇ કરે છે. હાલમાં, આ કર વ્યવસ્થામાં પાંચ પ્રકાર જોવા મળે છે. જેમાં 0.25 ટકા, 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનો સમાવેશ થાય છે.

GSTના માળખાને તર્કસંગત બનાવવાની જરૂર

GST અંતર્ગત દર માળખાને તર્કસંગત બનાવવાની જરૂર છે કે કેમ, તે પૂછતાં સુબ્રમણ્યમે કહ્યું કે, "મને લાગે છે કે તે ચોક્કસપણે બનશે. મૂળ યોજના ત્રણ-સ્તરની રચનાની હતી. સામાન્ય ઉપયોગ લેવામાં આવતી મોટાભાગની ચીજોને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે લક્ઝરી અને સામાજિક/આરોગ્યને નુકસાનકારક વસ્તુઓ પરનો દર સૌથી વધુ 28 ટકા છે.

રિવર્સ ડ્યુટી મહત્વ માળખું

CEAએ જણાવ્યું હતું કેસ, ત્રણ સ્તરનું માળખું ચોક્કસપણે મહત્વનું છે અને રિવર્સ ડ્યુટી માળખું પણ એટલું જ મહત્વનું છે, જેને સુધારવાની જરૂર છે. મને લાગે છે કે સરકાર આ પર નજર રાખી રહી છે અને જલ્દીથી આ બાબતમાં કંઈક નવું જોવા મળી શકે છે.

GST કલેક્શન 1 લાખ કરોડથી નીચે

ઉલ્લેખનીય છે કે, 8 મહિનામાં પ્રથમ વખત GST કલેક્શન 1 લાખ કરોડથી નીચે રહ્યું છે. આનું કારણ કોવિડ મહામારીની બીજી લહેર અને તેના નિવારણ માટે વિવિધ રાજ્યોમાં લાદવામાં આવેલા પ્રતિબંધો હતા. આ સમયગાળા દરમિયાન GST કલેક્શન 92,849 રૂપિયા રહ્યું હતું, જે 10 મહિના બાદ ઓગસ્ટ 2020 બાદ સૌથી ઓછું છે.

વિશ્વની 50 બેન્કોમાં ભારતની એક પણ નહીં

અર્થવ્યવસ્થાના વિકાસ માટે નાણાકીય ક્ષેત્રના મહત્વનો ઉલ્લેખ કરતાં સુબ્રમણ્યમે કહ્યું કે, ભારતને વૈશ્વિક કદની વધુ બેન્કોની જરૂર છે. તેમણે કહ્યું કે, ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, પરંતુ બેન્કિંગ ક્ષેત્રે આ સ્તરે ઘણું કરવાની જરૂર છે. સ્થાનિક રીતે કેટલીક બેંકો મોટી હોઈ શકે છે, પરંતુ વૈશ્વિક સ્તરે ટોચના 50ની યાદીમાં આવવાનું પૂરતું નથી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) 100 બેન્કોની વૈશ્વિક યાદીમાં એકમાત્ર સ્થાનિક બેંક છે, જે 55માં ક્રમે છે. આ યાદીમાં ચીનની 18 બેન્કો છે, જ્યારે અમેરિકાની 12 બેન્કો છે.

ABOUT THE AUTHOR

...view details