નવી દિલ્હી: કેન્દ્ર સરકારે શનિવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા મુગલ ગાર્ડનનું નામ બદલીને 'અમૃત ઉદ્યાન' રાખ્યું છે. ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે 'અમૃત મહોત્સવ'ની થીમને અનુરૂપ કેન્દ્ર સરકારે મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન રાખ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી નાવિકા ગુપ્તાએ જણાવ્યું હતું કે, "આઝાદી કા અમૃત મહોત્સવ" તરીકે આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસર પર, ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવન બગીચાને 'અમૃત ઉદ્યાન' તરીકે સામાન્ય નામ આપ્યું છે.
15 એકરના વિશાળ વિસ્તરણમાં ફેલાયેલું અમૃત ઉદ્યાન:જમ્મુ અને કાશ્મીરના મુગલ ગાર્ડન્સ, તાજમહેલની આસપાસના બગીચાઓ અને રાષ્ટ્રપતિ મહેલના આત્મા તરીકે ભારત અને પર્શિયાના લઘુચિત્ર ચિત્રોથી તેની પ્રેરણા મેળવે છે. સર એડવિન લુટિયન્સે 1917 ની શરૂઆતમાં જ અમૃત ઉદ્યાનની ડિઝાઇનને આખરી ઓપ આપી દીધો હતો, જો કે, વર્ષ 1928-1929 દરમિયાન જ તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
અમૃત ઉદ્યાન પ્રવાસીઓ માટે આકર્ષણનું મોટું કેન્દ્ર:રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન પ્રવાસીઓ માટે આકર્ષણનું મોટું કેન્દ્ર છે. અહીં બ્રિટિશ અને મુઘલ બંને ગાર્ડનની ઝલક જોવા મળે છે. તેને બનાવવા માટે, એડવિન લ્યુટિયન્સે આ ગાર્ડનને બનાવવા માટે સૌ પ્રથમ દેશ-વિદેશના ગાર્ડનોનો અભ્યાસ કર્યો હતો. આ બગીચામાં રોપા વાવવામાં એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અમૃત ઉદ્યાન અત્યાર સુધી ફક્ત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં યોજાતા વાર્ષિક ઉત્સવ ઉદ્યાન ઉત્સવ દરમિયાન જ જાહેર જનતા માટે ખોલવામાં આવતું હતું પરંતુ હવે ઓગસ્ટથી માર્ચ સુધી જાહેર લોકો માટે ખુલ્લું રહેશે.