મેષ: આપના વિચારો સતત બદલાતા રહેતા આપ મુંઝવણમાં રહો તેવી શક્યતા છે. વ્યવસાય કે નોકરીમાં સ્પર્ધાત્મક વાતાવરણ જણાશે. પણ આપ સફળતાપૂર્વક તેમાંથી બહાર આવી શકશો. નવું કાર્ય શરૂ કરવાની આપને પ્રેરણા મળશે. આપને ટૂંકો પ્રવાસ થાય તેવી પણ શક્યતા છે. કોઇ બૌદ્ધિક કે સાહિત્ય લેખનને લગતી પ્રવૃત્તિ માટે દિવસ સારો છે. આજે કોઇ મહત્વના નિર્ણયો લેશો નહીં.
વૃષભ: આપની મુંઝવણ ભરેલી માનસિકતાને કારણે હાથમાં આવેલી અગત્યની તકો ગુમાવો નહીં તેનું ધ્યાન રાખવાની ખાસ સલાહ છે. નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ અનુકૂળ નથી. આપના જીદ્દી સ્વભાવને કારણે કોઇની સાથે મતભેદ થઇ શકે. આપની વાકપટુતાથી આપ કોઇને આકર્ષિત કરી શકશો. આપના કુટુંબમાં શાંતિ અને સુમેળ જળવાશે. નાણાંકીય લાભ મેળવી શકશો. વિદ્યાર્થીઓ સફળતા મેળવી શકશે.
મિથુન: આજે આપ ઉત્સાહિત અને સ્ફૂર્તિલા હશો. આપ સારા પોશાક અને ઘરેણાં પહેરશો, સ્વાદિષ્ટ ભોજન માણશો અને સગા સ્નેહીઓ સાથે આપનો દિવસ ખુશીમાં પસાર થશે. લગ્નજીવનમાં સંતોષ અને શાંતિ મેળવી શકશો. નાણાંકીય લાભ અને યોજનાઓ પાર પાડવા માટે આજનો દિવસ વધુ યોગ્ય છે. આપે ખર્ચ પર કાબુ રાખવો પડશે. આપ નકારાત્મક વિચારોને આપના પર હાવિ ન થવા દેશો.
કર્ક : આજે આપનું મન અગાઉની તુલનાએ થોડુ અસ્વસ્થ અને બેચેન રહે. તેના માટે સૌથી વધુ વૈચારિક ગડમથલ જવાબદાર રહેશે માટે શક્ય હોય ત્યાં સુધી વ્યવહારુ અને તટસ્થ વલણ રાખવું. પરિવારજનો સાથે મતભેદ ટાળવા માટે સમાધાનકારી નીતિ રાખવાની સલાહ છે. આપની નિર્ણયશક્તિ પ્રમાણમાં ઓછી રહેશે. બોલવામાં બહુ ધ્યાન રાખવું પડશે નહીં તો કોઈ સાથે ઝઘડો થવાની શક્યતા છે.તબિયત સાચવવાની સલાહ છે. ધનખર્ચની શક્યતા છે તથા સ્વમાનભંગ થાય તેવા કાર્યોથી દૂર રહેવાની સલાહ છે. ગેરસમજ અંગે ખુલાસો કરવાથી મન હળવું બનશે.
સિંહ : આજે આપને લાભ થવાની શક્યતા છે તેમ જણાઈ રહ્યું છે, પણ આપનું મનોવલણ સ્પષ્ટ નહીં હોય તો મળેલી તક ગુમાવવી પડે તેવી શક્યતા છે. માનસિક સ્પષ્ટતા વધુ રાખવી. સ્ત્રી મિત્રોને મળીને લાભ મેળવી શકશો. આપ આપના વડીલોના આશીર્વાદ મેળવી શકશો. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થશે. વેપારીઓ ધંધામાં સારી સફળતા મેળવી શકશે. નોકરીમાં આવકમાં વધારો થઇ શકશે. મુસાફરી થવાની પણ શક્યતા છે.
કન્યા : નવું કાર્ય શરૂ કરવા માટે ઘડેલી યોજનાઓ આજે અમલમાં મૂકવાનો શ્રેષ્ઠ સમય છે. વેપારીઓને વેપારમાં લાભ થાય. ઉઘરાણીના પૈસા વસૂલી શકાશે. નોકરિયાતોની પદોન્નતિની શક્યતાઓ ઉભી થાય છે. પિતા તરફથી લાભ થાય. પરિવારમાં આનંદઉલ્લાસનું વાતાવરણ રહે. ગૃહસ્થજીવનમાં સુમેળ રહેશે. સરકારી કામકાજો પાર પડશે અને સ્વસ્થતાથી આજનો દિવસ પસાર કરશો.