- ચમોલીના મંડલ ક્ષેત્રની 1870 મીટરની ઉંચાય પર દેખાયું આ દુર્લભ ઓર્કિડ
- ઓર્કિડનું નામ 'સિફલાન્થેરા ઈરેક્ટા વર આબ્લિાંસઓિલાટા'છે
- ભારતીય વનસ્પતિ સર્વેએ આપી માન્યતા
હલ્દ્વાની : ઉત્તરાખંડ વન સંશોધન કેન્દ્રએ વધુ એક ઉપલબ્ધી પોતાને નામ કરી છે. આ વખતે કેન્દ્રએ ઓર્કિડની દુર્લભ પ્રજાતીની ખોજ કરી છે. આ ઓર્કિડનું નામ ' સિફલાન્થેરા ઈરેક્ટા વર આબ્લિાંસઓિલાટા ' ( Cephalanthera erecta var sublanceolata ) છે. જેને વન વિભાગની સંશોધન ટીમે ચમોલી જિલ્લાના મંડલ ક્ષેત્રમાં જંગલોમાં શોધી કાઢ્યુ છે. દેશમાં પહેલીવાર ઓર્કિડની આ પ્રજાતી દેખાઈ છે જેને હવે ભારતીય વનસ્પતિ સર્વે ( Botanical Survey of India ) એ પણ માન્યતા આપતા સત્તાવાર રીતે વનસ્પતિઓની લીસ્ટમાં દાખલ કર્યું છે.
જાણકારી અનુસાર આ વર્ષે મે મહિનામાં રિસર્ચ ટીમમાં હાજર રેન્જ ઓફિસર હરીશ નેગી અને જૂનિયર રિસર્ચ ફેલો મનોજ સિંહએ મંડળના 1870 મીટરની ઉંચાઈ પર સ્થિત બાંજ - બુરાંસના જંગલથી ઓર્કિડની નવી પ્રજાતી ' સિફલાન્થેરા ઈરેક્ટા વર આબ્લિાંસઓિલાટા ' ( Cephalanthera erecta var sublanceolata ) ની ખોજ કરી છે. મંડળ ક્ષેત્ર ઓર્કિડની દ્રષ્ટીએ ખુબ જ સમૃદ્ધ માનવામાં આવે છે.
વન સંશોધન વર્તુળના મુખ્ય સંશોધક સંજીવ ચતુર્વેદીએ કહ્યું કે, નવી પ્રજાતીની ઓર્કિડ મડ્યા બાદ ભારતીય વનસ્પતિ સર્વે ( BSI ) માં પરીક્ષણ માટે મોકલાયુ હતું. ત્રણ મહિના બાદ BSIથી જવાબ આવ્યો છે. ટેસ્ટીંગમાં સામે આવ્યું છે કે દેશમાં પહેલીવાર ઓર્કિડની આ પ્રજાતિ મળી છે.