- T-Seriesના માલિક ભૂષણ કુમાર પર દુષ્કર્મનો કેસ નોંધાયો
- 30 વર્ષીય મહિલાને કામ આપવાની લાલચે તેની સાથે દુષ્કર્મ આર્ચયું હતું
- આ પહેલા પર Me Too કેમ્પેઈન હેઠળ લાગી ચૂક્યો છે આરોપ
મુંબઈ: ગીતકાર ગુલશન કુમારનો પુત્ર અને T-Series કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર (Music producer Bhushan kumar) પર ગંભીર દુષ્કર્મનો આરોપ છે. ભૂષણ કુમારે 30 વર્ષીય મહિલાને કામ આપવાની લાલચ આપી દુષ્કર્મ આર્ચયું હતું. મહિલાની ફરિયાદના આધારે IPCની કલમ 376 હેઠળ ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી.
આ પણ વાંચો : #MeToo : એમ.જે.અકબર સામે મારા આક્ષેપ કાલ્પનિક નથી, પ્રિયા રમાણીનું કોર્ટમાં નિવેદન
30 વર્ષીય મહિલાને કામ આપવાની લાલચે તેની સાથે દુષ્કર્મ આર્ચયું હતું
પ્રાપ્ત થતી વિગતો મુજબ, પીડિતાનું કહેવું છે કે, ભૂષણ કુમારે 2017થી 2020 સુધી તેને ઉત્પીડિત કરી હતી. પીડિતા મુજબ, તેના ફોટોઝ અને વીડિયોઝ વાયરલ કરવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 2018માં 'મી ટૂ' (Me Too) કેમ્પેઈન મુજબ ભૂષણ કુમાર પર આ મુજબનો જ આરોપ લાગ્યો હતો. ત્યારે એક અજ્ઞામ મહિલાએ સોશિયલ મીડિયાની મદદથી કહ્યું હતું કે, ભૂષણ કુમારે તેનું યૌન શોષણ કર્યું છે અને તેનો આરોપ હતો કે, તેમને ફિલ્મોમાં ગીતોના બદલામાં સંબંધ બનાવવાનું કહેવામાં આવ્યું હતું.
T-Seriesના માલિક ભૂષણ કુમાર પર દુષ્કર્મનો કેસ નોંધાયો આ પણ વાંચો : નાના પાટેકરને ક્લીનચિટ મળતા તનુશ્રી દત્તાએ મોદી સરકાર પર સવાલ કર્યા
આ પહેલા પર Me Too કેમ્પેઈન હેઠળ લાગી ચૂક્યો છે આરોપ
જો કે, બાદમાં ભૂષણ કુમારે આ બાબતે નનૈયો ભણી દીધો હતો. તેઓએ કહ્યું હતું કે, મારી છબિ ખરાબ કરવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં જ્યારે ફરીથી તેમના સામે આવા આરોપો લગાવવામાં આવ્યા છે ત્યારે લોકો ફરીથી આ બાબત પર ભૂષણ કુમારની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.