- રણજીત હત્યા કેસમાં CBI કોર્ટે ચુકાદો સંભળાવ્યો
- 12 ઑક્ટોબરના તમામ દોષીઓની સજાની જાહેરાત થશે
- ગુરમીત રામ રહીમ પર હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ
પંચકૂલા: રામ રહીમ પર ચાલી રહેલા રણજીત હત્યા કેસ (Ranjit Murder Case)માં CBI કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. સુનારિયા જેલમાં બંધ રામ રહીમ (Gurmeet Ram Rahim Singh) સહિત 5 આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે, જેમાંથી એક આરોપીનું પહેલા જ મોત થઈ ચૂક્યું છે. આ કેસમાં CBIની વિશેષ અદાલત (CBI Special Court) 12 ઑક્ટોબરના તમામ દોષીઓની સજાની જાહેરાત કરશે. રામ રહીમની સાથે કૃષ્ણલાલ, જસવીર, સબદીલ અને અવતાર પણ આરોપી છે.
ગુરમીત રામ રહીમ પર હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે રણજીત સિંહ મર્ડર કેસમાં ગુરમીત રામ રહીમ પર હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. ગત સુનાવણી દરમિયાન આરોપી અવતાર, જસવીર અને સબદિલ કોર્ટમાં હાજર હતા અને બચાવ પક્ષના વકીલે અંતિમ ચર્ચાના તમામ દસ્તાવેજ CBI કોર્ટમાં જમા કરાવ્યા હતા. કોર્ટે CBIને આના પર ચર્ચા કરવા માટે પૂછ્યું, પરંતુ તપાસ એજન્સીએ ચર્ચા ન કરી. CBI કોર્ટે 26 ઑગષ્ટ સુધી કેસ સુરક્ષિત રાખ્યો હતો, પરંતુ પંજાબ તેમજ હરિયાણા હાઈકોર્ટે 27 ઑગષ્ટ સુધી આ કેસના ચુકાદા પર રોક લગાવી હતી. આ રોક અત્યાર સુધી યથાવત છે.