ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી એરપોર્ટ પર આજે બુધવારથી રેન્ડમ કોવિડ ટેસ્ટ શરૂ - કોરોના ટેસ્ટ દિલ્હી એરપોર્ટ

દિલ્હી એરપોર્ટ પર આજે બુધવારથી પ્રવાસીઓનાં રેન્ડમ કોવિડ ટેસ્ટ શરૂ કરાયાં છે. જે પ્રવાસીઓનાં ટેસ્ટ પોઝિટિવ આવશે, તેમને અલગ રહેવું ફરજિયાત રહેશે.

Rendom testing
Rendom testing

By

Published : Mar 31, 2021, 1:53 PM IST

  • દિલ્હીમાં કોરોના કેસમાં થયો વધારો
  • કોરોનાને લઈને દિલ્હી એરપોર્ટ ઓથોરિટી પણ સક્રિય થઈ
  • એરપોર્ટ પર પ્રવાસીઓનાં રેન્ડમ કોવિડ ટેસ્ટ શરૂ કરાયાં

આ પણ વાંચો :દિલ્હી સરકાર આજે કોવિડ હોસ્પિટલોના બેડની વ્યવસ્થાની સમીક્ષા કરશે

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી એરપોર્ટ ઓથોરિટી પણ સક્રિય થઈ ગઈ છે. આજે બુધવારથી દિલ્હી એરપોર્ટ પર પ્રવાસીઓનાં રેન્ડમ કોવિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો :દિલ્હીમાં નહીં લાગે લોકડાઉનઃ સતેન્દ્ર જૈન

જેનો ટેસ્ટ પોઝિટિવ આવશે તેને અલગ રહેવું ફરજિયાત

દિલ્હી એરપોર્ટ ઓથોરિટીનાં જણાવ્યાં પ્રમાણે દિલ્હીમાં કોરોના કેસ સતત વધી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખીને, એરપોર્ટ પર આવતા પ્રવાસીઓનાં રેન્ડમ ટેસ્ટ કરવામાં આવશે. જે પ્રવાસીઓનાં ટેસ્ટ પોઝિટિવ આવશે, તેમને અલગ રહેવું ફરજિયાત રહેશે.

અન્ય રાજ્યોમાં પણ કોરોનાને લઈને સાવચેતી

આ સિવાય અન્ય રાજ્યોમાં પણ કોરોનાને લઈને સાવચેતી રાખવામાં આવી છે. જેમાં મહારાષ્ટ્રમાં રાત્રી કરફ્યૂનું અમલમાં છે. સાપુતારા ચેકપોસ્ટ પર RT- PCR રિપોર્ટ વગર લોકોને એન્ટ્રી આપવામાં આવશે નહીં. આ પ્રકારનાં નિર્ણયો કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details