- કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ લખી
- પાર્ટીના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ પણ એક ટ્વીટ કર્યું
- કોરોના પરીસ્થિતીને લઇ મોદી સરકાર પર કર્યા પ્રહાર
નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે દેશમાં હાહાકાર છે. કોરોના સંક્રમણથી ખુબજ પરીસ્થિતી ખરાબ થઈ રહી છે. ક્યાક ઓક્સિજનનો અભાવ છે, તો બેડ પણ ખાલી નથી મળી રહ્યા. હોસ્પિટલથી લઇ સ્મશાન , કબ્રસ્તાન બધા ભરાયા છે. આવી સ્થિતિમાં વિરોધી પક્ષ કેન્દ્રની મોદી સરકાર ઉપર સતત પ્રહાર કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન કહ્યું કે "ભાજપ સરકારે વિનાશ કરીને બતાવ્યો"
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કર્યુ ટ્વીટ
ઉલ્લેખનીય છે કે , બગડતા સંજોગો પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર 'હમ હોગે કામ્યાબ' એવી ભાવનાત્મક પોસ્ટ લખી છે. જ્યારે પાર્ટીના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ પણ એક ટ્વીટ કર્યું છે.