મુંબઈ: અપક્ષ સાંસદ નવનીત રાણા અને રવિ રાણાને આજે શરતી જામીન (rana couple bail granted ) મળ્યા છે. રાણા દંપતીએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધામન ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા સ્થિત ખાનગી નિવાસસ્થાન 'માતોશ્રી'ની બહાર હનુમાન ચાલીસાના પાઠ (Hanuman chalisa controversy) કરવા માટે હાકલ કરી હતી. આ પછી, મુંબઈ પોલીસે તેમની વિરુદ્ધ દેશદ્રોહ અને સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપમાં FIR દાખલ કરી હતી. સોમવારે રાણા દંપતીએ જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
આ પણ વાંચો :મહારાષ્ટ્રના પ્રધાને સાંસદ રાણા દંપતી માટે કર્યો અપશબ્દોનો ઉપયોગ, તેને કહ્યું...
કોર્ટે શરતો સાથે અંગત બોન્ડ પર જામીન આપ્યા :30 એપ્રિલે સુનાવણી પૂર્ણ થયા બાદ સેશન્સ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. બુધવારે સેશન્સ કોર્ટે કેટલીક શરતો સાથે રૂપિયા 50,000ના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, તે પ્રેસ સાથે વાત કરી શકશે નહીં. આ સાથે કોર્ટે ચેતવણી આપી છે કે, તેઓ ફરીથી આવો ગુનો નહીં કરે અને પુરાવા સાથે છેડછાડ કરશે નહીં. જો તેમ થશે તો જામીન રદ થશે. આજે (બુધવાર) સાંજ સુધીમાં તેને મુક્ત કરવામાં આવી શકે છે.
FIRમાં દંપતી સામે રાજદ્રોહનો આરોપો : રાણા દંપતીની મુંબઈ પોલીસે શનિવારે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, નવનીત રાણાને મુંબઈની ભાયખલા મહિલા જેલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે તેમના પતિ રવિ રાણાને પડોશી નવી મુંબઈની તલોજા જેલમાં રાખવામાં આવ્યા હતા. નવનીત અને રવિ રાણાના વકીલ રિઝવાન મર્ચન્ટે જણાવ્યું હતું કે, ઉપનગરીય ખાર પોલીસે શરૂઆતમાં રાણા દંપતી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153 (A) હેઠળ વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા બદલ કેસ નોંધ્યો હતો. રિમાન્ડ સમયે, પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટને જાણ કરી હતી કે, તેઓએ પ્રથમ FIRમાં દંપતી વિરુદ્ધ IPCની કલમ 124A હેઠળ રાજદ્રોહના આરોપો ઉમેર્યા છે.
આ પણ વાંચો :Somaiya meet Home Secretary: હનુમાન ચાલીસાને લઈને રાજકારણ ગરમાયુ, શિવસેનાના કાર્યકરો હુમલો કરવા લાગ્યા
માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ : દંપતીની જામીન અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 'માતોશ્રી'ની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો કૉલ એ દુશ્મનાવટ અથવા નફરતની લાગણીઓને પ્રોત્સાહન આપવાનું સુનિશ્ચિત પગલું ન હતું, તેથી કલમ 153 (A) હેઠળના આરોપને જાળવી રાખી શકાય નહીં. પૂર્વ મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ, અમરાવતીના બડનેરાના ધારાસભ્ય રવિ રાણાએ શનિવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.