ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Ramoji Film City: ગ્લોબલ ડેસ્ટિનેશન એક્સપોમાં રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ - delhi ncr news

ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એક્સપોમાં ચાલી રહેલા ગ્લોબલ ડેસ્ટિનેશન એક્સપોર્ટ એન્ડ કોન્ફરન્સમાં રામોજી રાવ ફિલ્મ સિટીએ ભાગ લીધો હતો. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં અનેક કોન્ફરન્સ કરવામાં આવી હતી. જ્યાં ડેસ્ટિનેશન વેડિંગ સાથે જોડાયેલા લોકો હવે એમને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરશે.

Ramoji Film City: ગ્લોબલ ડેસ્ટિનેશન એક્સપોમાં રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ
Ramoji Film City: ગ્લોબલ ડેસ્ટિનેશન એક્સપોમાં રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ

By

Published : Jul 22, 2023, 9:58 AM IST

Ramoji Film City: ગ્લોબલ ડેસ્ટિનેશન એક્સપોમાં રામોજી ફિલ્મ સિટીનો સ્ટોલ

નવી દિલ્હી/ નોઈડાઃગ્રેટર નોઈડામાં ત્રણ દિવસની ઈન્ડિયા એક્સપો ઈવેન્ટમાં ગ્લોબલ ડેસ્ટિનેશન એકસપોર્ટ એન્ડ કોફરન્સમાં બોલિવુડ ફિલ્મસિટી, હોટેલ ઈન્ડસ્ટ્રી સહિત દેશના નામી એકમોએ ભાગ લીધો હતો. જેમાં હૈદરાબાદના રામોજી રાવ ફિલ્મસિટી તરફથી પણ એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો.

પહેલી વખત સામિલઃરામોજી રાવ ફિલ્મ સિટીના જનરલ મેનેજર તુષાર ગર્ગે જણાવ્યું હતું કે, આ એક્સપોમાં પહેલી વખત રામોજી રાવ ફિલ્મ સિટી સામિલ થયું છે. જેમાં ફિલ્મ સિટી, બોલિવૂડ અને ડેસ્ટિનેશન વેડિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પોતાને પડનારી મુશ્કેલીઓ તથા આવનારા પડકારો અંગે ચર્ચા કરશે. આ એક્સપોને લઈને ટીમ ખૂબ જ ઉત્સાહિત છે. અહીં આવનારા વિઝિટર્સ અને અન્ય લોકો ખૂબ જ જાણકારી મેળવી રહ્યા છે.

શરૂઆત થઈઃશુક્રવારે આ એક્સપોની શરૂઆત થઈ હતી. જે ત્રણ દિવસ સુધી ચાલશે. આ એક્સપોમાંથી ઘણી બધી ઈન્કવાયરી મળી રહેશે. હૈદરાબાદમાં આવેલી રામોજી ફિલ્મ સિટી એક એવી જગ્યા છે. જ્યાં તમામ પ્રકારના થીમ વેડિંગ થાય છે. 70થી 80 લગ્ન દર વર્ષે રામોજી ફિલ્મ સિટીમાં થાય છે. એક એવી જગ્યા છે જ્યાં બોલિવૂડ, ટોલિવૂડ અને કોલીવૂડની અનેક ફિલ્મો બની રહી છે. આ સાથે રોયલ વેડિંગ અને અનેક પ્રકારના લગ્ન માટે ડેસ્ટિનેશન આપીએ છીએ.

રાજવી ઠાઠમાઠઃઅહીંયા જે મુઘલ ગાર્ડન છે એમાં રાજવી ઠાઠ-માઠ તૈયાર કરવામાં આવ્યો છે. મહારાજા જેવી એન્ટ્રી મૂકાવમાં આવી છે. રાજવી પરિવાર અનુસાર લગ્ન સમારોહ યોજાઈ છે. જે યુગલ આવા લગ્ન માટેના સપના જોવે છે એમાં વધુ સુખ સુવિધાઓ આપવાનો અમારો પ્રયાસ હોય છે. જેનાથી એમના લગ્ન યાદગાર બની રહે. રામોજી ફિલ્મસિટી સિવાય, મારવા ફિલ્મ સિટી, રેડિસન બ્લુ સહિત 35 સ્ટોલ સેટ કરાયા છે. બોલિવૂડ અને ફિલ્મ ક્ષેત્ર સંબંધીત લોકો એની મુલાકાત લઈ રહ્યા છે.

  1. વિશ્વની સૌથી મોટી ફિલ્મસિટીની પૂર્વ કેન્દ્રિય પ્રધાન રમેશ પોખરિયાલે કરી મુલાકાત
  2. Ramoji Film City: પ્રવાસીઓ માટે ખૂલ્યા દરવાજા....મનોરંજન શરુ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details