- અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ચૂંટણી બેઠકમાં લેવાયો નિર્ણય
- રામદત્ત ચક્રધારને RSSના સહ સરકાર્યવાહની જવાબદારી સોંપાઈ
- રામદત્ત ચક્રધાર દુર્ગ જિલ્લાના પાટણના સોનપુર ગામના રહેવાસી છે
આ પણ વાંચોઃદત્તાત્રેય હોસબલે RSSના જનરલ સેક્રેટરી બન્યા
દુર્ગઃ RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ચૂંટણી બેઠક યોજાઈ હતી, જેમાં દુર્ગ નિવાસી રામદત્ત ચક્રધારને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. RSSની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ચક્રધારને સહ સરકાર્યવાહની જવાબદારી સોંપાઈ છે. ચક્રધાર સંગઠનમાં દુર્ગ જિલ્લાના વિભાગ પ્રચારક જેવા અનેક હોદ્દા પર કામ કરી ચૂક્યા છે. તેઓ પાટણના સોનપુર ગામના રહેવાસી છે. બેંગલુરુમાં સંઘની પ્રતિનિધિ સભાની બેઠકમાં ચક્રધારને આ જવાબદારી સોંપવામાં આવી છે.