અયોધ્યાઃ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણાધીન છે. રામ મંદિરના નિર્માણ પ્રક્રિયાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ તસવીરો શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું 50 ટકા નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયું હોવાનું પ્રતીત થાય છે. છતને ટેકો આપતા દરેક પીલર્સનું નિર્માણ પૂરુ થઈ ગયું છે. કેટલાક પીલર્સ પર મંડપનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. 24 કલાક અવિરત ચાલી રહેલા નિર્માણકાર્યમાં હવે છતનું નિર્માણ પણ ઝડપથી પૂર્ણ થશે તેવી આશા છે.
નિર્માણકાર્યની ઝડપ વધારવા એકસ્ટ્રા મેનપાવર કામે લગાડાયો વિશાળ ખડક પર મંદિર નિર્માણઃ 3 વર્ષ અગાઉ 5 ઓગસ્ટ 2020ના રોજ રામ મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. જેમાં જમીન નીચે ખોદકામ કરી પ્લીન્થ બનાવી મંદિરને મજબૂત આધાર આપવામાં આવ્યો છે. આ વિશાળકાય ખડક પર મંદિરનું નિર્માણ હાથ ધરાયું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર દરવાજા અને નકશી કામ ચાલી રહ્યું છે.
ફર્સ્ટ ફ્લોરને આધાર આપતા પીલર્સનું નિર્માણ પૂર્ણઃ તસવીરોમાં ગ્રાઉન્ડ ફલોર પર પીલર્સના નિર્માણ પૂર્ણ થઈ ગયા હોવાનું જણાય છે. આ પીલર્સ પર ફર્સ્ટ ફ્લોરને આધાર આપવામાં આવશે. મંદિરના બાહ્ય વિસ્તારમાં ચારે તરફ કોટના નિર્માણ પર ઝડપથી ચાલી રહ્યું છે. દર્શનાર્થીઓ માટે દર્શન માર્ગ પર ટનલનું કાર્ય પણ પૂર્ણ થઈ ચૂક્યું છે.
રામ મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે એકસ્ટ્રા મેનપાવર કામે લગાડાયોઃ શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા ડિસેમ્બર 2023 સુધીમાં વધુમાં વધુ નિર્માણકાર્ય પૂરી કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ નિર્માણને વેગ આપવા માટે વધુમાં વધુ મજૂરોને બોલાવાયા છે. ફર્સ્ટ ફ્લોરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છેઃ રામ મંદિર નિર્માણમાં ફર્સ્ટ ફ્લોરનું નિર્માણ કાર્ય પૂરવેગે ચાલી રહ્યું છે. અત્યારે 3000 એન્જિનિયર, સુપરવાઈઝર, મેનેજર, મજૂરો અને અન્ય વિભાગો સાથે મળીને રામ મંદિર નિર્માણ કાર્યને ઝડપથી પૂર્ણ કરી રહ્યા છે.
- Ayodhya Ram Mandir: રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે PM મોદીને આમંત્રણ, એક સપ્તાહ સુધી ચાલશે ઉત્સવ
- Ayodhya News: સુગ્રીવ કિલ્લા પાસે રામ મંદિર ટ્રસ્ટનું કાર્યાલય બનાવવામાં આવશે