ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Ram Mandir: કૉંગ્રેસ માટે 'યક્ષપ્રશ્ન', રામ મંદિર સમારોહમાં જવું કે નહિ ??? - મલ્લિકાર્જુન ખડગે

કૉંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વને અત્યારે રામ મંદિર ઉદ્દઘાટન સમારોહમાં ભાગ લેવો કે ન લેવો તે પ્રશ્ન મુંઝવી રહ્યો છે. આ પ્રશ્ન કૉંગ્રેસ માટે યક્ષ પ્રશ્ન છે. જો તેઓ આ કાર્યક્રમમાં ભાગ લે તો લઘુમતિઓની ખફગી વહોરવી પડે તેમ છે. જો કાર્યક્રમમાં ભાગ ન લે તો બહુમતિમાં રહેલા વોટર્સ તેમનાથી નારાજ થઈ જાય તેમ છે. આ સમસ્યા સમજવી સરળ છે પરંતુ ઉકેલવી કઠણ છે. આ સમસ્યા પર વાંચો વિરેન્દ્ર કપૂરનો ખાસ રિપોર્ટ વિગતવાર. Ram Mandir Inauguration BJP Congress CPI(M)

કૉંગ્રેસ માટે 'યક્ષપ્રશ્ન', રામ મંદિર સમારોહમાં જવું કે નહિ ???
કૉંગ્રેસ માટે 'યક્ષપ્રશ્ન', રામ મંદિર સમારોહમાં જવું કે નહિ ???

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 7:43 PM IST

હૈદરાબાદઃ કૉંગ્રેસના નેતાઓ તો વિચારતા હશે કે અમને આમંત્રણ ન પાઠવ્યા હોત તો સારુ રહેત. આ સંજોગોમાં તેઓ રામ મંદિર ઉદ્દઘાટનને એ પાર્ટી કાર્યક્રમ બનાવી દીધાનો આરોપ તો લગાવી શકત. કૉંગ્રેસ ભાજપ પર ધાર્મિક અવસર પર રાજકારણ કરવાનો આરોપ પણ લગાવી શકત. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટ દ્વારા 22મી જાન્યુઆરીના રોજ થનારા ભવ્ય કાર્યક્રમનું આમંત્રણ સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધિર રંજનને આપ્યું છે. જો કે કૉંગ્રેસ તરફથી હજૂ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

સીપીઆઈ(એમ) દ્વારા અગાઉથી સર્વ વિદિત હતું તે પ્રમાણે જ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આ સમારોહના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. તેમણે આ આધ્યાત્મિક કાર્યક્રમને ભાજપાએ રાજકીય રંગ આપ્યો હોવાનો આરોપ લગાડ્યો છે. સીપીઆઈ(એમ) મહા સચિવ સીતારામ યેચુરી કે જેમણે દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ દ્વારા રુબરુમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમણે મીડિયાને કહ્યું કે, અમારી પાર્ટી ભાજપાએ ધર્મના નામે જે રાજકારણ કર્યુ તેનો વિરોધ કરે છે. ધર્મ એક વ્યક્તિગત વિષય છે જેનું રાજકારણ ભાજપ રમી રહી છે. સીપીઆઈ(એમ) તરફથી સમારોહના આમંત્રણનો અસ્વીકાર કરાતા મીનાક્ષી લેખીએ પલટવાર કર્યો હતો. તેણીએ કહ્યું કે પ્રભુ શ્રી રામ જેમને પ્રેમ કરે છે તે લોકો જ આ કાર્યક્રમમાં હાજર રહી શકશે.

સીપીઆઈ(એમ) દ્વારા આ ભવ્ય સમારોહના આમંત્રણનો અસ્વીકાર કરવામાં પક્ષના શીર્ષ નેતૃત્વને કોઈ તકલીફ ન પડી. માર્ક્સવાદીઓ પહેલા ધર્મ વિરોધી, ઈશ્વર વિરોધી તરીકે ઓળખાતા હતા, જો કે તેમણે ઈશ્વર વિરોધ ઓછો કરી દીધો છે કારણ કે તેમણે જણાયું કે, ભારતનો સામાન્ય નાગરિક, અમીર-ગરીબ, ઉચ્ચ કે નિમ્ન જાતિ એમ દરેક જણ એક કે બીજા ધર્મ કે ઈશ્વરમાં માને છે. જો કે હિન્દી બેલ્ટમાં જ્યાં રામ સર્વ પૂજ્ય છે ત્યાં સીપીઆઈ(એમ)ના ફોલોઅર્સ ઓછા છે તેથી તેમને કોઈ તકલીફ ન પડી. જો કે કેરળમાં તેઓ સત્તાપક્ષ છે જ્યાં તેઓ ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના એક સમૂહ સહિત અનેક ધર્મ આધારિત પક્ષો સાથે ઘર્ષણમાં છે.

જો કે હજૂ સુધી કૉંગ્રેસ પાર્ટીએ 22મી જાન્યુઆરીના રોજ સમારોહમાં ભાગ લેવો કે નહિ તેનો કોઈ નિર્ણય કર્યો નથી. કૉંગ્રેસ માટે ભગવાન રામના જન્મ સ્થળે વડા પ્રધાન મોદીના હસ્તે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થતી જોવી તે કપરી થઈ પડશે. સમાજના જુદા જુદા ક્ષેત્રોમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સમગ્ર પ્રસારણનું દૂરદર્શન અને અન્ય ખાનગી ચેનલો પર સીધું પ્રસારણ થવાનું છે. જો સીપીઆઈ(એમ)ની જેમ કૉંગ્રેસ હિન્દી બેલ્ટમાં ભાગીદારીમાં ન હોતી તો આમંત્રણનો સરા જાહેર અસ્વીકાર કરી શકત, પરંતુ જો કૉંગ્રેસ ભાગ લેશે તો ઉત્તર ભારતના મુસ્લિમ મતોનો એક મોટો હિસ્સો ખોઈ બેસશે અને જો ભાગ નહિ લે તો બીજેપી તેના પર હિન્દુ વિરોધી હોવાનો કટાક્ષ કરશે.

બની શકે છે કે કૉંગ્રેસ કોઈ તાયફા વિના નિર્ણય જાહેર કરશે. જે રીતે સીપીઆઈ(એમ)ના સીતારામ યેચૂરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની આડમાં ભાજપ રાજકારણ કરી રહી હોવાનો આરોપ લગાવીને આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. કૉંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વ પર લઘુમતિઓથી દૂર રહેવા સંદર્ભે ખૂબ દબાણ છે, ખાસ કરીને જ્યારે પાર્ટી ઉત્તર ભારતમાં મુસલમાનોના સામુહિક મતો મેળવવા માટે પ્રયત્નશીલ છે ત્યારે આ દબાણ ખૂબ વધી જાય છે. કેરળમાં કૉંગ્રેસની સહયોગી પાર્ટી IUML દ્વારા પોતાના મુખપત્રમાં કૉંગ્રેસના વલણની ટીકા પણ કરી છે. જેમાં કૉંગ્રેસ આ સમારોહમાં માત્ર ઉત્તર ભારતના હિન્દુ મતો માટે ભાગ લઈ રહી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. પાર્ટી પોતાના હિન્દુત્વના નરમ દ્રષ્ટિકોણને લીધે જ આજે આ દશામાં આવી ગઈ છે. IUML દ્વારા કૉંગ્રેસને બીજેપીની જાળમાં ન ફસાવવાની સલાહ આપી છે. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને પણ આમંત્રણ અપાયું છે. જો કે તેઓ નાદૂરસ્ત તબિયત હોવાને લીધે આ સમારોહમાં હાજર રહી શકે તેવી સંભાવના ઓછી છે.

અયોધ્યા કાર્યક્રમમાં કૉંગ્રેસ ભાગ લે તો તેના પર હિન્દુ કાર્ડના ઉપયોગનો આક્ષેપ થઈ શકે છે, જે તે અત્યાર સુધી ભાજપ પર લગાડતી આવી છે. જેનું તાજું ઉદાહરણ મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણી છે. કૉંગ્રેસના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર કમલનાથે સરા જાહેર નરમ હિન્દુત્વ વાદનો રાગ આલેપ્યો. હનુમાન ભક્ત થવાનો દાવો પણ કર્યો. તેમણે સત્તામાં આવવા માટે ભવ્ય હનુમાન મંદિર બનાવવાનો દાવો પણ કર્યો. કહેવાય છે કે તેમણે મંદિર નિર્માણમાં 5 ચાંદીની ઈંટો પણ દાન કરી હતી.

આ દરમિયાન કરોડો ભારતીયોની નજર અયોધ્યા પર રહેશે. આ મામલે મોદીને રેકોર્ડ અનુરુપ રામ મંદિરના અભિષેક સમારોહમાં ખૂબ જ માન સમ્માન મળશે. આ સમારોહમાં ઓડિયો વિઝ્યુઅલ ટેકનીકનો પણ ઉપયોગ કરવામાં આવશે. જેનાથી દર્શકોને ખૂબ સારો લ્હાવો મળશે. આ સમારોહ બાદ દર વર્ષે લાખો રામ ભક્તના સ્વાગતથી અયોધ્યા અને તેના આસપાસના વિસ્તારની આર્થિક રીતે કાયાપલટ થઈ જશે. અભિષેક અગાઉ પ્રભુ શ્રી રામના જીવન આધારિત થીમ પર બનેલા નવા રેલવે સ્ટેશન અને એરપોર્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. એપ્રિલ મે મહિનામાં લોકસભા ચૂંટણી અગાઉ વર્ષો જૂનો રામ મંદિરનો પ્રશ્ન ઉકેલીને ભવ્ય રામ મંદિર નિર્માણને પરિણામે ભાજપ મજબૂત સ્થિતિમાં આવી જશે.

કૉંગ્રેસ નેતૃત્વ હેઠળ વિપક્ષી દળો હતાશામાં ડૂબેલા છે. તેઓ રામ મંદિર નિર્માણમાં શ્રેય લેવા અસમર્થ છે અને ભાજપની નિંદા પણ કરી શકે તેમ નથી. રામ મંદિરના ભવ્ય ઉદ્દઘાટન બાદ કેટલાક મહિનાઓ પછી લોકસભા ચૂંટણી આવી રહી છે જેમાં ભાજપા વિરોધી દળો બેકફૂટ પર આવી જશે તે નક્કી છે. ભાજપને આશા છે કે તે ધર્મનિષ્ઠ હિન્દુઓની રામ નગરી અયોધ્યામાં થનાર હાઈ વોલ્ટેજ ઘટનાઓથી ઉત્પન્ન થનાર મજબૂત લહરને પરિણામે સરળતાથી લોકસભા ચૂંટણી જીતી શકશે.

  1. રામલલા પ્રાણ પ્રતિષ્ઠા : અયોધ્યા જતા ભક્તો માટે ખુશ ખબર, હવે અહિથી મળશે બસો
  2. Ram Mandir: રામ મંદિરના નિર્માણનું નિરીક્ષણ કરતાં PM મોદી અને UPના CM કેનવાસ પર ઉતર્યા

ABOUT THE AUTHOR

...view details