ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળના બજારોમાં વડાપ્રધાન 'મોદી' અને મમતા બેનર્જીની 'દીદી' રાખડીઓ મળી જોવા

પશ્ચિમ બંગાળમાં ભાઈ-બહેનના પ્રેમના તહેવાર રાજકીય વળાંક લેતો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં દુકાનોમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીની તસવીર સાથે 'દીદી' રાખી જોવા મળે છે. મુખ્યપ્રધાન બેનર્જી પશ્ચિમ બંગાળમાં 'દીદી' તરીકે ઓળખાય છે.

By

Published : Aug 22, 2021, 2:05 PM IST

વડાપ્રધાન 'મોદી' અને મમતા બેનર્જીની 'દીદી' રાખડીઓ મળી જોવા
વડાપ્રધાન 'મોદી' અને મમતા બેનર્જીની 'દીદી' રાખડીઓ મળી જોવા

  • ભાઈ-બહેનના પ્રેમનો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે
  • આ વર્ષે મોદી-રાખી પણ ખૂબ જ લોકપ્રિય બની છે
  • મમતા બેનર્જીની દીદી રાખડી પણ જોવા મળી હતી

કોલકત્તા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે મોદી-રાખી પણ ખૂબ જ લોકપ્રિય બની છે. માત્ર નેતાઓના ફોટોગ્રાફ જ નહીં, પરંતુ પાર્ટીના પ્રતીકો સાથે ઘણી રાખડીઓ પણ તૈયાર કરવામાં આવી છે. તે TMC નું 'જોડા ફૂલ' હોય કે ભગવા પક્ષનું 'કમલ' હોય.

આ પણ વાંચો-વડાપ્રધાન થી લઈને ગૃહપ્રધાન અમિત શાહે દેશને પાઠવી રક્ષાબંધનની શુભેચ્છા

આ વખતે અમે મોદી રાખડીઓ ખરીદી રહ્યા છીએ: શ્રોબોની ભટ્ટાચાર્ય

કોલકાતાની શેરીઓમાં રાખડીઓ ખરીદતી વખતે એક ખરીદનાર શ્રોબોની ભટ્ટાચાર્યએ કહ્યું કે, “આ વખતે અમે મોદી રાખડીઓ ખરીદી રહ્યા છીએ કારણ કે, મોદી આપણા દેશ માટે સારું કામ કરી રહ્યા છે અને અમને તેમના પર ગર્વ છે. મમતા દીદીએ બંગાળ માટે પણ કામ કર્યું હતું, પરંતુ મોદી મારા મનપસંદ છે. "

બજારમાં તિરંગા રાખડીની ભારે માંગ છે

રાખડી વેચનારે કહ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવ (ભારતીય સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ) ના કારણે બજારમાં તિરંગા રાખડીની ભારે માંગ છે. એક વિક્રેતાએ કહ્યું કે,"આ વખતે આઝાદી કા અમૃત મહોત્સવ અને રક્ષાબંધન બન્નેની ઉજવણીના કારણે બજારમાં રાખી વિક્રેતાઓ ખાસ તિરંગા રાખડી તેમજ અભિનંદન રાખડી વેચી રહ્યા છે,"

'રાખડીઓ' વેચતી દુકાનો પર 'દીદી રાખડીઓ' લાગેલી હતી

આ દરમિયાન, પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં 'રાખડીઓ' વેચતી દુકાનો પર 'દીદી રાખડીઓ' લાગેલી હતી. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીની જીતની નિશાની છે. ઘણા લોકોએ સિલિગુડી શહેરના મહાબીરસ્થાન બજારમાં 'દીદી રાખી' ખરીદી.

મને એક દુકાનમાં મમતા દીદીની રાખડીઓ જોવા મળી: ગ્રાહક સંતૂ સરકાર

ગ્રાહક સંતૂ સરકારે સિલીગુડીના મહાબીરસ્થાન બજારમાં રાખડીઓ ખરીદતી વખતે કહ્યું કે, "આ વર્ષે રાખડીઓ રસપ્રદ છે. મને એક દુકાનમાં મમતા દીદીની રાખડીઓ જોવા મળી. તેણીએ તાજેતરમાં ચૂંટણી જીતી અને તે બંગાળમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. તેથી, મેં મમતાની રાખડી ખરીદવાનું નક્કી કર્યુ અને આ મારા સંબંધીઓને રક્ષાબંધનની ઉજવણી પર આપવામાં આવશે. "

મમતા દીદીની રાખડીઓની ભારે માંગ છે

સિલીગુડીના આ જ બજારના દુકાનદાર એમ.ડી. ઝાકિરે કહ્યું કે, "હું હંમેશા દરેક તહેવાર પર કંઈક ખાસ લાવવાનો પ્રયત્ન કરું છું. અહીં મમતા દીદીની રાખડીઓની ભારે માંગ છે."

આ પણ વાંચો-આજે ભાઇ-બહેનના સ્નેહનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, જાણો શુભ મુહૂર્ત

'રક્ષાબંધન' સંસ્કૃતનો શાબ્દિક અર્થ 'સુરક્ષા, જવાબદારી અથવા કાળજીનું બંધન' છે

રક્ષાબંધન હિંદુ ચંદ્ર કેલેન્ડર મહિનાના શ્રાવણના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે, જે સામાન્ય રીતે ઓગસ્ટમાં આવે છે. 'રક્ષાબંધન' સંસ્કૃતનો શાબ્દિક અર્થ 'સુરક્ષા, જવાબદારી અથવા કાળજીનું બંધન' છે. આ વર્ષે રક્ષાબંધન 22 ઓગસ્ટ એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. આ દિવસે, બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે, બદલામાં તેમને ભાઈઓ દ્વારા ભેટ આપવામાં આવે છે. ભાઈ-બહેનના પ્રેમનો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details