- કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાનો ખેડૂતો કરી રહ્યા છે વિરુદ્ધ
- કૃષિ કાયદાને રદ્દ કરી અને MSP કાયદો બનાવવા ખેડૂતો કરી રહ્યા છે માગ
- ખેડૂતોએ તેમના ઇરાદા કર્યા સ્પષ્ટ, કાયદા રદ્દ થયા પછી જ તેઓ જશે
ચંદીગઢઃ કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 7 મહિનાથી ખેડૂતો એકત્રી થઈ વિરોધ કરી રહ્યા છે, ત્યારે કૃષિ કાયદાનેને રદ્દ કરી અને બનાવવા ખેડૂતો માગ કરી રહ્યા છે. નરેદ્રસિંહ તોમર (narendra singh tomar)સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સરકાર કાયદાઓને રદ્દ કરવા વિશે કોઇ વિચાર કરી રહી નથી. જો ખેડૂતો ઇચ્છે તો સરકાર વાટાઘાટો માટે તૈયાર છે.
રાકેશ ટિકૈતે સરકારને આપી ચેતવણી
કેદ્રિય કૃષિ પ્રધાનના આ નિવેદન બાદ ભારતીય ખેડૂત સંઘના નેતા રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતની પ્રતિક્રિયા સામે આવી છે. રાકેશ ટિકૈતે ટ્વીટ કરી સરકારને ચેતવણી આપી છે કે, સરકાર માનશે નહિ તો ઉપાય તો કરવો પડશે. તેમ જણાવી રાકેશ ટિકૈતે ખેડૂતોને જણાવ્યું કે, ટ્રૈક્ટરો સાથે તૈયારીઓ રાખજો જમીન બચાવવા માટે આંદોલન તેજ કરવું પડશે.
કૃષિ કાયદાને લઇ રાકેશ ટિકૈતે ટ્વીટ કરી સરકારને આપી ચેતવણી MSP કાયદો બનાવવા ખેડૂતોની માગ
ખેડૂત સંઘનું પ્રતિનિધિત્વ કરતા રાકેશ ટિકૈતે આ પહેલા પણ જણાવ્યું હતુ કે, સરકાર ખોટા ખ્યાલમાં ન રહે કે, આંદોલન નહિ થાય અને ખેડૂતો પાછા ચાલ્યા જાશે. તેવું તો થશે જ નહી ખેડૂતો દિલ્લી ત્યારે જ છોડશે જ્યારે તેમની માગ સંતોષવામાં આવશે. ખેડૂતોએ જણાવ્યું કે, અમારી માગએ છે કે, ત્રણેય કૃષિ કાયદાઓ રદ્દ કરવામાં આવે અને MSP કાયદો બનાવવામાં અવે ત્યા સુધી તો અમે આંદોલન ચાલું રાખી શું તેમ જણાવ્યું હતું.
કૃષિ કાયદાને લઇ રાકેશ ટિકૈતે ટ્વીટ કરી સરકારને આપી ચેતવણી આ પણ વાંચોઃસસ્તામાં ખેડૂતોનો પાકને લૂંટવા બનાવ્યા છે આ 3 કૃષિ કાયદા : રાકેશ ટિકૈત
ખેડૂતોએ તેમના ઇરાદા કર્યા સ્પષ્ટ કર્યા
26 નવેમ્બર 2020થી થએલી શરૂ ખેડૂત આંદોલન હજી સુધી બંધ થયું નથી કડકડતી શિયાળાની ઠંડી, પછી ઉનાળો અને હવે વરસાદ પડતાં પણ ખેડૂતો પીછેહઠ કરવા તૈયાર નથી. છેલ્લા મહિનામાં ખેડૂતોએ તેમના ઇરાદા સ્પષ્ટ કર્યા છે કે, કાયદા રદ્દ થયા પછી જ તેઓ જશે. સંયુક્ત ખેડૂત મોરચા અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેક રાઉન્ડની વાટાઘાટો થઈ છે, પરંતુ હજી સુધી કોઈ પણ મુદ્દે કોઈ સમજૂતી થઈ નથી.