ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અંબાલાના ગાંધ ધુરાલા ખાતે 1 મેના રોજ કિસાન મજૂર મહાપંચાયત યોજાશે

અંબાલાના ગાંધ ધુરાલા ખાતે ભારતીય ખેડૂત સંઘની આગેવાની હેઠળ 1 મેના રોજ ખેડૂત મજૂર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યુ છે. કિસાન મહાપંચાયતને રાષ્ટ્રીય ખેડૂત સંઘના રાકેશ ટિકૈત અને રાષ્ટ્રીય મહામંત્રી યુધવીર સિંઘ, પંજાબના કાર્યકારી પ્રમુખ હરિન્દ્રસિંહ લાખોવાલ, દિલ્હી પ્રદેશ પ્રમુખ વિરેન્દ્રસિંહ ડાગર અને ઘણા ખેડૂત નેતાઓ સંબોધન કરશે.

rakesh
rakesh

By

Published : Apr 25, 2021, 10:08 AM IST

  • અંબાલાના ગાંધ ધુરાલા ખાતે 1 મેના રોજ ખેડૂત મજૂર મહાપંચાયતનું આયોજન
  • રાષ્ટ્રીય ખેડૂત સંઘના ભારત રાકેશ ટીકૈત સભાને કરશે સંબોધન
  • ભાકિયૂએ ખેડૂત મહાપંચાયતને સફળ બનાવવા હાકલ કરી

અંબાલા: કિસાન મહાપંચાયતને સફળ બનાવવા માટે ગાંવ ધુરાલામાં મંડળ કક્ષાની કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેની અધ્યક્ષતા ભારતીય કિસાન સંઘના મંડલ પ્રમુખ બળદેવસિંહ શેરપુરે કરી હતી. જેમાં ભારતીય ખેડૂત સંઘના અધ્યક્ષ રતનમાનને જવાબદારી સંભાળી અને ભકિયુના અધિકારીઓ અને કાર્યકરોને જવાબદારી સોંપી હતી. ત્યારે મંડલસ્તરીય કિસાન પંચાયતમાં ઉપસ્થિત ખેડૂતોએ ભાજપ સરકાર વિરુદ્ધ નારા લગાવતા અવાજ ઉઠાવ્યો હતો.

આ પણ વાચોઃ સમગ્ર દેશમાં લોકડાઉન થશે તે પછી પણ આંદોલન સમાપ્ત નહીં થાય: રાકેશ ટિકૈત

ભારતીય કિસાન સંઘના અગ્રણીઓએ પંચાયત સ્થળની મુલાકાત લીધી હતી

તેની પહેલા ભાક્યુના પ્રદેશ પ્રમુખ રતનમાન, પ્રદેશ મહામંત્રી ભૂપીન્દ્રસિંહ લાડી, પ્રદેશ સંગઠન સચિવ શ્યામસિંહ માન, યુવા ખેડૂત નેતાઓ હરપ્રીતસિંહ ધુરાલી, સચિન પુનિયા, ઇન્દ્રજીતસિંહ વાડા સહિતના અનેક અધિકારીઓએ મહાપંચાયત સ્થળની મુલાકાત લીધી હતી.

કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે

આ પ્રસંગે ખેડૂત આગેવાન રતનમાણે કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે 1 મેના રોજ યોજાનારી કિસાન મજૂર મહાપંચાયત ઔતિહાસિક રહેશે અને દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને વધુ મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર કૃષિ સંબંધિત ત્રણેય કાયદાને પાછો ખેંચશે નહીં ત્યાં સુધી સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ ખેડૂતોનું આંદોલન સતત ચાલુ રહેશે.

આ પણ વાચોઃ ખેડૂત આંદોલન નહીં થાય તો, દેશમાં ભૂખના આધારે રોટલીની કિંમત નક્કી થશે : રાકેશ ટિકૈત

ભાકિયૂએ ખેડૂત મહાપંચાયતને સફળ બનાવવા હાકલ કરી હતી

રાજ્યના મહામંત્રી ભૂપીન્દ્રસિંહ લાડીએ ઉપસ્થિત કાર્યકરોને કિસાન મહાપંચાયતને સફળ બનાવવા ભારપૂર્વક હાકલ કરી હતી. આ પ્રસંગે વિવિધ ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બધાએ સરકાર સામે સવાલ કરતા નારા લગાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details