ગુજરાત

gujarat

By

Published : Sep 6, 2021, 2:23 PM IST

ETV Bharat / bharat

મુઝફ્ફરનગર મહાપંચાયતમાં સામેલ થયા 20 લાખ લોકો, ગાઝીપુર બૉર્ડર પહોંચેલા ટિકૈતનો દાવો

રવિવારના મુઝફ્ફરનગરના GIC ગ્રાઉન્ડમાં થયેલી મહાપંચાયતના સમાપન બાદ રાકેશ ટિકૈતે સંયુક્ત કિસાન મોરચાની ખેડૂત મહાપંચાયતને ઐતિહાસિક બનાવવા માટે ખેડૂતોનો આભાર માન્યો છે. ટિકૈતે કહ્યું છે કે, બિલ પાછું લેવાશે ત્યારે જ ઘરે પાછા જઈશું.

ખેડૂત મહાપંચાયતને ઐતિહાસિક બનાવવા માટે ખેડૂતોનો આભાર માન્યો
ખેડૂત મહાપંચાયતને ઐતિહાસિક બનાવવા માટે ખેડૂતોનો આભાર માન્યો

  • મુઝફ્ફરનગરના GIC ગ્રાઉન્ડમાં થયેલી મહાપંચાયતની પૂર્ણાહુતિ
  • મહાપંચાયતમાં 20 લાખ લોકો સામેલ થયા હોવાનો ટિકૈતનો દાવો
  • બિલ પાછું નહીં લેવામાં આવે ત્યાં સુધી ઘરે નહીં જવાનું ટિકૈતનું પ્રણ

નવી દિલ્હી/ગાઝિયાબાદ: ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત આંદોલનના પહેલા દિવસથી ગાઝીપુર બૉર્ડર પર હાજર છે. ટિકૈત લગભગ 10 મહિનાથી બૉર્ડર પર રહી રહ્યા છે. આખા દેશમાં ફરી રહેલા રાકેશ ટિકૈત ખેડૂત આંદોલન શરૂ થયા બાદ પોતાના ગૃહ જિલ્લા મુઝફ્ફરનગરની સીમામાં ગયા નથી. તેમણે બિલ પાછું નહીં લેવામાં આવે ત્યાં સુધી ઘરે પાછા નહીં જઇએ તેવું પ્રણ લીધું છે.

દેશભરના ખેડૂતોનો માન્યો આભાર

તો રવિવારના સવારે ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગાઝીપુર બૉર્ડરથી ખેડૂત મહાપંચાયત માટે મુઝફ્ફરનગર રવાના થયા. ટિકૈત મુઝફ્ફરનગર તો પહોંચ્યા, પરંતુ પોતાના ઘરે ના ગયા. મહાપંચાયતની પૂર્ણાહૂતિ બાદ ગાઝીપુર બૉર્ડર પાછા ફર્યા. ગાઝીપુર બૉર્ડર પહોંચ્યા બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, મહાપંચાયતને સફળ બનાવવા માટે અમે દેશભરના ખેડૂતોનો હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ.

મહાપંચાયતમાં સામે થયા 20 લાખ લોકો

મુઝફ્ફરનગર શહેરમાં રહેનારા લોકો જે ગ્રામીણ પૃષ્ઠભૂમિમાં નથી તેમણે પણ દેશભરથી મહાપંચાયતમાં સામેલ થવા માટે આવી રહેલા લોકો માટે પોતાના ઘરોના દરવાજા ખોલી દીધા. મુઝફ્ફરનગરના લારી અને રિક્ષાવાળાઓએ પણ મહાપંચાયતમાં આવનારા ખેડૂતોની સેવા કરી. ટિકૈતે કહ્યું કે, કાલે મુઝફ્ફરનગરમાં ખેડૂતોની મોટી જીત થઈ છે. મહાપંચાયતમાં લગભગ 20 લાખ લોકો સામેલ થયા હતા. એટલે કે દેશના 20 લાખ પરિવાર પંચાયતથી જોડાયા.

શું હશે આગળની રણનીતિ?

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, સંયુક્ત મોરચાની મહાપંચાયત સફળ થઈ છે. મહાપંચાયતનું સમાપન કરીને હવે અમે ગાઝીપુર બૉર્ડર પાછા આવી ગયા છીએ. ખેડૂત આંદોલનને લઇને આગળની શું કોઈ રણનીતિ છે તેને લઇને સંયુક્ત કિસાન મોરચો જે પણ નિર્ણય લેશે તેનું પાલન કરવામાં આવશે. આવનારા સમયમાં દેશભરમાં ક્યાં-ક્યાં કિસાન મોરચાની મહાપંચાયત થશે તેને લઇને પણ જલદી જાણકારી આપવામાં આવશે.

વધુ વાંચો: 27 સપ્ટેમ્બરના રોજ ભારતબંધ: કિસાન મહાપંચાયતે ખેતીના કાયદા પર આંદોલન આક્રમક બનવાનો નિર્ણય કર્યો

વધુ વાંચો: સરકાર કરફ્યૂ લગાવીને ખેડૂતોનું આંદોલન પૂર્ણ કરવા માગે છેઃ રાકેશ ટિકૈત

ABOUT THE AUTHOR

...view details