- સરકારના ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચાયા
- રાકેશ ટિકૈતે ખેડૂતોનું આંદોલન ચાલુ રહેવાની કરી જાહેરાત
- સંસદમાં ત્રણ કૃષિ કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે: રાકેશ ટિકૈત
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારના ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચી લેવા (repeal farm law) છતાં ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે. સંયુક્ત કિસાન મોરચાના (sanyukt kisan morcha) નેતા રાકેશ ટિકૈતે ખેડૂતોનું આંદોલન ચાલુ (Announcement of Rakesh Tikait) રાખવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી સંસદમાં ત્રણ કૃષિ કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. રાકેશ ટિકૈતે સ્પષ્ટ કર્યું કે સરકારે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ વાત કરવી જોઈએ. "આંદોલન તાત્કાલિક પાછું ખેંચવામાં આવશે નહીં, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં કૃષિ કાયદાઓ રદ કરવામાં આવશે," તેમણે કહ્યું કે, MSPની સાથે સરકારે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી જોઈએ.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીમાં 6250 કરોડથી વધુના ખર્ચના અનેક પ્રોજેક્ટ શરૂ કરશે
સંયુક્ત કિસાન મોરચાએ ત્રણ ખેડૂત વિરોધી કાયદાને રદ્દ કરવાના વડાપ્રધાનના નિર્ણયને આવકાર્યો