ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાકેશ ટિકૈતનો દાવો, ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા થઈ શકે છે મોટા હિન્દુ નેતાની હત્યા - RAKESH TIKAIT CONTROVERSIAL STATEMENT BJP PLAN MURDER OF HINDU LEADER BEFORE UP ELECTION

હરિયાણાના સિરસામાં રાકેશ ટિકૈતે કહ્યું કે, ભાજપ કરતા વધુ ખતરનાક કોઈ પાર્ટી નથી. તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી અગાઉ કોઈ મોટા હિન્દુ નેતાની હત્યા થઈ શકે છે.

રાકેશ ટિકૈતનો દાવો, ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા થઈ શકે છે મોટા હિન્દુ નેતાની હત્યા
રાકેશ ટિકૈતનો દાવો, ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા થઈ શકે છે મોટા હિન્દુ નેતાની હત્યા

By

Published : Sep 1, 2021, 3:11 PM IST

  • ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું વિવાદાસ્પદ નિવેદન
  • હરિયાણાના સિરસામાં આપ્યું હતું નિવેદન
  • ભાજપ હિન્દુ નેતાની કરાવી શકે છે હત્યા

લખનઉ: કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓના વિરોધમાં ઘણા સમયથી પ્રદર્શન કરી રહેલા રાકેશ ટિકૈતે ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. સિરસામાં ટિકૈતે કહ્યું હતું કે, ભાજપ કરતા વધુ ખતરનાક કોઈ પાર્ટી નથી. આ સિવાય તેમણે પોતાના ભાષણ દરમિયાન વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પહેલા કોઈ મોટા હિન્દુ નેતાની હત્યા થઈ શકે છે.

સરકાર હિન્દુ મુસલમાનનો મુદ્દો ઉભો કરીને ચૂંટણી જીતવા માગે છે

હરિયાણાના સિરસામાં ખેડૂત સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે ભાજપ સરકાર પર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલા કોઈ મોટા હિન્દુ નેતાની હત્યા થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેમનાંથી બચવાની જરૂર છે અને તેઓ કોઈ મોટા હિન્દુ નેતાની હત્યા કરાવીને દેશમાં દિન્દુ-મુસલમાન કરાવીને ચૂંટણી જીતવા માગે છે. "

ABOUT THE AUTHOR

...view details