ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાત હજું કેદમાં છે, ગુજરાતને આઝાદ કરીશુંઃ કિસાન સંઘ નેતા રાકેશ ટીકૈત

દેશમાં ખેડૂતો નવા ખેડૂત કાયદા સાને વિરોધ કરી રહ્યા છે તેને 79 દિવસ થઈ ચૂક્યા છે, તેમ છતાં કેન્દ્ર સરકાર કે ખેડૂતો પીછેહઠ કરી રહ્યાં નથી. આંદોલનના સમર્થનમાં ખેડૂત વિરોધ પ્રદર્શન વચ્ચે ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટીકૈતે બહાદુરગઢમાં કિસાન મહાપંચાયતમાં ભાગ લીધો હતો.

ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટીકૈત
ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટીકૈત

By

Published : Feb 13, 2021, 12:58 PM IST

  • ખેડૂત આંદોલનને 79 દિવસ થઈ ચૂક્યાં છે
  • કેન્દ્ર સરકાર કે ખેડૂતો પીછેહઠ નથી કરી રહ્યાં
  • ખેડૂત આંદોલનના ભણકારાં હવે ગુજરાતમાં !
  • ભારત મુક્ત છે, પરંતુ ગુજરાતના લોકોને કેદ કરવામાં આવ્યા છેઃ રાકેશ ટીકૈત
  • ગુજરાતનાં લોકોને કેદ કરાય છે

ન્યુઝ ડેસ્કઃખેડૂતો છેલ્લા 79 દિવસથી નવા ખેડૂત કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. 26મી જાન્યુઆરીએ ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજી દેશની આન, બાન અને શાન એવા લાલ કિલ્લાં પર પહોંચી ચૂક્યા હતાં. અનેક વખત કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત ખઈ ચૂકી છે તેમ છતાં કોઈ સમાધાન થયું નથી. દેશમાં ખેડૂતો નવા ખેડૂત કાયદા સાને વિરોધ કરી રહ્યા છે તેને 79 દિવસ થઈ ચૂક્યા છે. તેમ છતાં કેન્દ્ર સરકાર કે ખેડૂતો પીછેહઠ કરી રહ્યાં નથી. ખેડૂત વિરોધ પ્રદર્શન વચ્ચે ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટીકૈતે બહાદુરગઢમાં કિસાન મહાપંચાયતમાં ભાગ લીધો હતો. જે દરમિયાન રાકેશે ગુજરાત રાજ્યને મુક્ત કરાવવા માટે દેશવ્યાપી 'ગુજરાત મુક્ત કરો' રેલી યોજવાની જાહેરાત કરી હતી. આ સાથે રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે, અમે દેશભરમાં રેલી કરીશું, ગુજરાતમાં પણ જઈશું અને તેને મુક્ત કરીશું. ગુજરાત કેન્દ્ર દ્વારા નિયંત્રિત છે. ભારત મુક્ત છે, પરંતુ ગુજરાતના લોકોને કેદ કરવામાં આવ્યા છે. જો તેમને આંદોલનમાં જોડાવા માંગતા હોય, તો તેમને જેલ હવાલે કરવામાં આવે છે. અમે તારીખ નક્કી કરી રહ્યા છીએ.

રાકેશ ટીકૈતે દેશવ્યાપી રેલીની જાહેરાત કરી

હાર્દિક પટેલે રાકેશ ટીકૈટને ગુજરાતની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું

આ સમગ્ર મામલે હાર્દિક પટેલે એક ટ્વીટ કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેમણે ખેડૂત નેતા રાકેશ ટીકૈટ સાથે વાત કરી હતી, તેમણે આંદોલનને ટેકો આપવાનું વચન આપ્યું છે પરંતું તેમને ગુજરાતની બહાર જવા પર પ્રતિબંધ છે. તેથી તેઓ આંદોલનમાં સામેલ થઈ શક્યા નથી પરંતુ તેમણે રાકેશ ટીકૈટને ગુજરાતની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું છે.

હાર્દીક પટેલે રાકેશ ટીકૈટને ગુજરાતની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું

ABOUT THE AUTHOR

...view details