- રાકેશ અસ્થાના દિલ્હી પોલીસ કમિશ્નરનો ચાર્જ સંભાળશે
- રાકેશ અસ્થાના ગુજરાત કેડરના IPS અધિકારી
- રાકેશ અસ્થાનાને એક વર્ષનો વધારો આપવામાં આવ્યો
નવી દિલ્હી :દિલ્હી પોલીસને નવા એક પોલીસ કમિશ્નર મળી ગયા છે. 1984 બેચના IPS અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે. આ મામલે ગૃહ મંત્રાલય તરફથી આદેશ પણ આપવામાં આવ્યો છે. બાલાજી શ્રીવાસ્તવને દિલ્હી પોલીસ કમિશ્નરનો ચાર્જ સોંપાયો હતો. સૂત્રો જણાવે છે કે, દિલ્હી પોલીસમાં આ મોટું પરિવર્તન આવશે. કમિશ્નર બનવાની સાથે-સાથે રાકેશ અસ્થાનાને એક વર્ષનો વધારો પણ આપવામાં આવ્યો છે. 31 જુલાઈએ રાકેશ અસ્થાના નિવૃત્ત થવાના હતા.
આ પણ વાંચો : ગુજરાત કેડરના IPS રાકેશ અસ્થાનાને મોટી જવાબદારી, BSFના નવા DG બન્યા
ગૃહ મંત્રાલય તરફથી દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે મંજૂરી અપાઇ
30 જૂનના રોજ દિલ્હી પોલીસ કમિશ્નર એસ. એન. શ્રીવાસ્તવની નિવૃત્તિ પછી દિલ્હી પોલીસ કમિશ્નરનો ચાર્જ સોંપાયો છે. જોકે, તેમને દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે જાહેર કરાયા નથી. મંગળવારે BSFના DG રાકેશ અસ્થાનાના નામને ગૃહ મંત્રાલય તરફથી દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે મંજૂરી આપવામાં આવી છે. તે થોડા દિવસો પછી નિવૃત્ત થવાના હતા. અગાઉ તેમના દિલ્હી પોલીસ કમિશ્નરના આદેશો આવ્યા છે. રાકેશ અસ્થાના ગુજરાત કેડરના 1984 બેચના IPS અધિકારી છે.