નવી દિલ્હીઃ સોમવારે સંસદનું શિયાળુ સત્ર શરુ થયું. સત્ર શરુ થતા જ આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાને સાંસદ તરીકે પુનઃ માન્યતા મળી છે. તેઓ છેલ્લા 115 દિવસથી સસ્પેન્ડેડ હતા. ચઢ્ઢાને સાંસદ તરીકે પુનઃ માન્યતા મળે તેવો એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. સાંસદ તરીકે માન્યતા પરત મળતા રાઘવ ચઢ્ઢાએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો અને લખ્યું કે હવે જનતાના મુદ્દાને ફરીથી સંસદમાં રજૂ કરીશ.
AAPના રાઘવ ચઢ્ઢાને સાંસદ તરીકે પુનઃ માન્યતા મળી - સાંસદ તરીકે પુનઃ માન્યતા મળી
સંસદમાં આજથી શિયાળુ સત્ર શરુ થયું છે. આજે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને સાંસદ તરીકેની પુનઃ માન્યતા મળી છે. રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાને સાંસદ સદસ્યતા યથાવત રાખતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. આ ઘટના બાદ રાઘવ ચઢ્ઢાએ જનતાના મુદ્દાઓને ફરીથી સદનમાં રજૂ કરીશ તેમ જણાવ્યું હતું. શિયાળુ સત્ર 22મી ડિસેમ્બર સુધી ચાલવાનું છે. Rajyasabha Winter Session AAP MP Raghav chaddha
![AAPના રાઘવ ચઢ્ઢાને સાંસદ તરીકે પુનઃ માન્યતા મળી AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને સાંસદ તરીકે પુનઃ માન્યતા મળી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-12-2023/1200-675-20183197-thumbnail-16x9-b-aspera.jpg)
Published : Dec 4, 2023, 5:11 PM IST
|Updated : Dec 4, 2023, 9:21 PM IST
સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાના એક્સ હેન્ડલ પર વીડિયો શેર કર્યો અને લખ્યું કે, મારુ સાંસદ તરીકેનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે. જેનો મને આનંદ છે. હું સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડનો આભાર માનું છું. હું છેલ્લા 115 દિવસથી સંસદ સત્રમાં સામેલ થયો નથી. જનતાના મુદ્દાઓ રજૂ કરી શક્યો નથી. જો કે મને આનંદ છે કે મને સાંસદ તરીકે પુનઃ માન્યતા મળી છે. હવે હું જનતાના મુદ્દાઓને સંસદમાં રજૂ કરીશ.
રાજ્યસભામાંથી સસ્પેન્ડ થયા બાદ રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયામાં પોતાની પ્રોફાઈલ બદલી લીધી હતી. અગાઉ તેમણે સસ્પેન્ડેડ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ લખ્યું હતું હવે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ લખ્યું છે. રાઘવ ચઢ્ઢાને દિલ્હીમાં કેન્દ્રીય કેડરના અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરના મુદ્દે બનાવવામાં આવેલ કાયદા પર કેટલાક સભ્યોને સમર્થન આપવા બદલ 11 ઓગસ્ટે રાજ્યસભાના સાંસદ પદની માન્યતા રદ કરવામાં આવી હતી. ચઢ્ઢા પર ધોખાધડી અને સાંસદોના વિશેષાઅધિકારના દુરઉપયોગનો આરોપ પણ લાગ્યો હતો.