- રાજ્યસભામાં હંગામાને લઇ અધ્યક્ષે દર્શાવી નારાજગી
- અધ્યક્ષ વૈંકેયા નાયડુએ વિપક્ષની હરકતો પર કરી કડક ટીપ્પણી
- 'કોઈ પણ સાંસદ અધ્ચક્ષને સંચાલનની કાર્યવાહીને લઇને નિર્દેશિત કરી શકે નહીં.'
નવી દિલ્હીઃ રાજ્યસભામાં હંગામો ( Rajya Sabha Disruptions ) ફરી એકવખત અધ્યક્ષ વેંકૈયા નાયડુની ( Vainkeya Naidu ) નારાજગીનું કારણ બન્યો હતો. પ્લેકાર્ડ, સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ્સ સાથે અવાજ ઉઠાવતાં સાંસદોના વલણ પર અધ્યક્ષ નાયડુએ આજે કડક સ્વરમાં કહ્યું કે કોઈ પણ સાંસદ અધ્ચક્ષને સંચાલનની કાર્યવાહીને લઇને નિર્દેશિત કરી શકે નહીં. જણાવી દઈએ કે 19 જુલાઈથી શરૂ થયેલા ચોમાસુ સત્રના પહેલા દિવસથી રાજ્યસભામાં હંગામો ચાલી રહ્યો છે. જેના કારણે ગૃહની કાર્યવાહી સતત ખોરવાઈ રહી છે.
આ પહેલાં નાયડુએ કરી હતી ટીપ્પણી
અધ્યક્ષ નાયડુએ ( Vainkeya Naidu ) સંસદીય કાર્યવાહીમાં અગાઉ અન્ય પ્રસંગે પણ પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. સંસદના બંને ગૃહોમાં હંગામો (Parliament Disruptions) અને પેગાસસ જાસૂસી એપિસોડ પર વિપક્ષી સાંસદો દ્વારા સૂત્રોચ્ચાર કરવા ઉપરાંત, કેટલાક પ્રસંગોએ ગૃહમાં અભદ્ર વર્તન પણ જોવા મળ્યું છે. 26 જુલાઈએ પણ ચેરમેન વેંકૈયા નાયડુનું દર્દ છલકાઈ ગયું હતું. તેમણે કહ્યું હતું કે દરેક પસાર થતા દિવસ સાથે આપણે લાચાર બની રહ્યાં છીએ.