- નેશનલ કેપિટલ ટેરિટરી ગવર્નન્સ (સંશોધન) બિલ 2021ને મંજૂરી
- બિલ ઉપરાજ્યપાલની કેટલીક ભૂમિકા અને અધિકારોની ભુમિકા સ્પષ્ટ કરે છે.
- કોંગ્રેસ, BJD, SP, YSR સહિતની અનેક વિપક્ષી પાર્ટીઓનું ગૃહમાંથી વોક આઉટ
નવી દિલ્હી: રાજ્યસભાએ બુધવારે નેશનલ કેપિટલ ટેરિટરી ગવર્નન્સ (સંશોધન) બિલ 2021ને મંજૂરી આપી દીધી છે, જેમાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે દિલ્હીના ઉપરાજ્યપાલની કેટલીક ભૂમિકા અને અધિકારોની ભુમિકા સ્પષ્ટ કરે છે. ઉપલા ગૃહમાં બિલ અંગેની ચર્ચાના જવાબમાં ગૃહ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડીએ કહ્યું હતું કે, બંધારણ મુજબ દિલ્હી મર્યાદિત સત્તાઓ ધરાવતું કેન્દ્ર શાસિત ક્ષેત્ર છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, આ કેન્દ્રશાસિત રાજ્ય છે. તમામ સંશોધન કોર્ટના નિર્ણયને અનુરૂપ છે.
આ પણ વાંચો:વિપક્ષના વિરોધ વચ્ચે કૃષિ બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યા હસ્તાક્ષર
દિલ્હીની જનતાને ખાતરી આપવા માંગીએ છીએ
રેડ્ડીએ કહ્યું કે, બંધારણની કલમ 239A હેઠળ રાષ્ટ્રપતિ દિલ્હી માટે ઉપરાજ્યપાલની નિમણૂક કરે છે. જો કોઈ વિષય પર ઉપરાજ્યપાલ અને દિલ્હીની ચૂંટાયેલી સરકાર વચ્ચે મતભેદ હોય તો ઉપરાજ્યપાલ તે અંગે રાષ્ટ્રપતિને જાણ કરે છે. તેમણે કહ્યું કે, અમે દિલ્હીની જનતાને ખાતરી આપવા માંગીએ છીએ કે, દિલ્હી સરકારના કોઈ પણ અધિકારને ઓછા કરવામાં આવ્યા નથી.