નવી દિલ્હી:ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આજે એટલે કે રવિવારે નવા સંસદ ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. સોમવારથી શરૂ થઈ રહેલા પાંચ દિવસીય સંસદ સત્રના એક દિવસ પહેલા ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ સત્રમાં સંસદીય કાર્યવાહીને જૂનામાંથી નવા બિલ્ડિંગમાં ખસેડવામાં આવશે.
'ગજ ગેટ' પર ધ્વજ:ધનખડે નવા સંસદભવનના 'ગજ ગેટ' પર ધ્વજ ફરકાવ્યો. આ અવસરે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, કેન્દ્રીય સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને વી. મુરલીધરન ઉપરાંત રાજ્યસભા અને લોકસભામાં વિવિધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.
મલ્લિકાર્જુન ખડગે ગેરહાજર:કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ ધ્વજવંદન સમારોહમાં હાજરી આપી શકશે નહીં. તેમણે આમંત્રણ 'ખૂબ મોડું' મળવા પર નિરાશા વ્યક્ત કરી હતી. ખડગેએ શનિવારે રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીને પત્ર લખીને કહ્યું કે તેમને 15 સપ્ટેમ્બરે મોડી સાંજે આ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. રાજ્યસભામાં વિપક્ષના નેતાએ કહ્યું કે હું નિરાશા સાથે આ પત્ર લખી રહ્યો છું કે મને રવિવારે ખૂબ જ મોડા એટલે કે 15 સપ્ટેમ્બર, 2023ની સાંજે નવા સંસદ ભવનમાં ધ્વજવંદન સમારોહ માટે તમારું આમંત્રણ મળ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષે આપ્યું કારણ:કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે તેઓ હાલ 16 અને 17 સપ્ટેમ્બરે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા હૈદરાબાદમાં છે અને રવિવારે મોડી રાત્રે દિલ્હી પરત ફરશે. ખડગેએ કહ્યું કે તેમના માટે રવિવારે સવારે આયોજિત સમારોહમાં ભાગ લેવો શક્ય નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28 મેના રોજ નવી સંસદ ભવનનું ઉદઘાટન કર્યું હતું.
- CWC MEETING: દેશ ગંભીર આંતરિક પડકારોથી ઘેરાયેલો, ભાજપ આગમાં ઘી નાખી રહ્યું છે : ખડગે
- Amit Shah on Bihar Election: 'બિહારમાં ટૂંક સમયમાં PM મોદીના નેતૃત્વમાં સરકાર બનશે - અમિત શાહનો દાવો