ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજનાથ સિંહ પશ્ચિમ બંગાળમાં જનસભા સંબોધશે - પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી

રક્ષાપ્રધાન રાજનાથ સિંહ પશ્ચિમબંગાળના જોયપુર, તલદાંગરા અને કાકદ્વીપ વિધાનસભા ક્ષેત્રમાં જનસભા સંબોધશે.

રાજનાથ સિંહ પશ્ચિમ બંગાળમાં જનસભા સંબોધશે
રાજનાથ સિંહ પશ્ચિમ બંગાળમાં જનસભા સંબોધશે

By

Published : Mar 25, 2021, 10:47 AM IST

Updated : Mar 25, 2021, 4:05 PM IST

  • રાજનાથ સિંહ પશ્ચિમ બંગાળના પ્રવાસે
  • વિધાનસભાને અનુલક્ષીને 3 સ્થળે સંબોધશે જનસભા
  • 27 માર્ચથી બંગાળમાં યોજાઇ રહી છે ચૂંટણી

નવી દિલ્હી:આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુરુવારે રક્ષાપ્રધાન રાજનાથસિંહ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભા સંબોધશે. તેઓ જોયપુર, તલદાંગરા અને કાકદ્વીપ વિધાનસભા ક્ષેત્રમાં જનસભા સંબોધશે. આ અંગે રાજનાથ સિંહે ટ્વિટ કરીને માહિતી આપી હતી. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંટાઇમાં સભા યોજી હતી,જ્યારે મંગળવારે ગૃહપ્રધાન અમિતશાહે મેદિનિપુરમાં રોડ શૉ યોજ્યો હતો.

વધુ વાંચો:બંગાળ ચૂંટણી પર ભાજપનું ઘોષણાપત્ર, KGથી લઈને PG સુધી છોકરીઓ માટે નિ: શુલ્ક શિક્ષણ

27 માર્ચથી પશ્ચિમ બંગાળમાં યોજાશે મતદાન

ઉલ્લેખનીય છે કે પશ્ચિમબંગાળમાં 27 માર્ચેથી 294 વિધાનસભા બેઠક માટે 8 તબક્કામાં ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેનો છેલ્લા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાશે. આ ચૂંટણીની મતગણતરી 2જી મેના રોજ યોજાશે.

વધુ વાંચો:પશ્ચિમ બંગાળમાં સત્તા જાળવવી કઠિન પરંતુ તેમને જીતથી રાષ્ટ્રીય ભૂમિકા મળી શકે

Last Updated : Mar 25, 2021, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details