ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ત્રિશુરમાં રેલી સંબોધતી વખતે રાજનાથ સિંહે કહ્યું, "એ ખુદ તો ડૂબશે, સાથે લોકોને પણ લઈ ડૂબશે" - BJP news

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ હાલમાં કેરળ પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે ત્રિશુરમાં એક જાહેર સભાને સંબોધન કર્યું છે.

ત્રિશુરમાં રેલી સંબોધતી વખતે રાજનાથ સિંહે કહ્યું
ત્રિશુરમાં રેલી સંબોધતી વખતે રાજનાથ સિંહે કહ્યું

By

Published : Mar 28, 2021, 7:46 PM IST

  • ચૂંટણીને લઈને રાજનાથ સિંહ કેરલ પ્રવાસે
  • પ્રચાર માટે ત્રિશુરમાં યોજી જાહેરસભા
  • જાહેરસભામાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર કર્યા પ્રહારો

ત્રિશુર: કેરલના ત્રિશુર ખાતે ચૂંટણીસભાને સંબોધતી વખતે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાહુલે તાજેતરમાં જ કોલ્લમ ખાતે માછીમારો સાથે કૂદકો લગાવ્યો હતો. હું મારા ભાઈઓ-બહેનોને કહેવા માંગુ છું કે, સાવચેત રહો કે, તેમનો ટ્રેક રેકોર્ડ યોગ્ય નથી. તેઓ જ્યાં જાય છે, ત્યાં તેઓ પોતે તો ડૂબે જ છે, સાથે સાથે બીજાને પણ ડૂબાડે છે.

રાહુલ પોતાની સાથે લોકોને પણ ડૂબાડે છે

સિંહે જાહેર સભાને સંબોધન કરતી વખતે રાહુલ ગાંધી પર નિશાન સાધીને કહ્યું કે, રાહુલ ગાંધી તાજેતરમાં જ અમારા માછીમારો સાથે કોલ્લમના દરિયામાં કૂદ્યા હતા. હું મારા ભાઈઓ-બહેનોને કહેવા માંગુ છું કે, સાવચેત રહેજો. કારણ કે તેમનો ટ્રેક રેકોર્ડ સારો નથી. તેઓ જ્યાં પણ જાય છે, ત્યાં પોતાની સાથે સાથે લોકોને પણ ડૂબાડે છે. તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર પ્રદેશના અમેઠીના લોકોને પૂછો, આજે પણ અમેઠી પછાત છે.

ABOUT THE AUTHOR

...view details